તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તોલમાપ વિભાગે ગત વર્ષ કરતાં 4 ગણો દંડ વસુલ્યો

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019-20માં 4 લાખ જયારે 20-21ના વર્ષમાં 16.90 લાખ અાવક માત્ર દંડ પેટે ઉઘરાવાઇ
  • મુદ્રાંકન અને નોંધણી ફી પેટે 2.55 કરોડ રૂપિયાની અાવક થઇ, ગત વર્ષ કરતા 25 લાખ વધુ

ગત વર્ષે માર્ચ મહિનાથી લોકડાઉનની શરૂઅાત થઇ હતી ત્યારથી ચાલુ વર્ષના માર્ચ માસ સુધી તોલમાપ વિભાગે 2019-20ના વર્ષ કરતા ચાર ગણો દંડ વસુલ કર્યો છે. 2019-20ના સાલમાં ચાર લાખ રૂપિયા દંડ વસુલાયો હતો જયારે 2020-21ના વર્ષમાં 16.90 લાખ રૂપિયાની અાવક થઇ છે. તો ચકાસણી મુદ્રાકન અને રજીસ્ટ્રેશન ફીમાં પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 25 લાખ રૂપિયા વધારો નોંધાયો છે.

દુકાનો અને પેટ્રોલ પંપ તેમજ અન્ય સંકુલોમાં ચોક્કસ ભાવ અને જથ્થામાં ગોટાળો કરી ગ્રાહકોને છેતરવામાં અાવે છે ત્યારે તોલમાપ વિભાગ દ્વારા ચેકિંગ કરી દંડ ફટકારાતું હોય છે. 2020-21ના વર્ષમાં રજીસ્ટ્રેશન અને ચકાસણી મુદ્રાકન ફી પેટે 2 કરોડ 55 લાખ 69 હજાર 061 રૂપીયાની અાવક કરવામાં અાવી છે જે 2019-20 કરના 25 લાખ રૂપિયા વધી છે. લોકડાઉનમાં ત્રણેક માસ વેપાર-ધંધા અને બજારો બંધ હોવા છતાં ટુંકાગાળામાં અાટકી અાવક વસુલવામાં અાવી છે.

તો બીજી તરફ, 2019-20ના વર્ષમાં તોલમાપ વિભાગની જુદી જુદી કલમોના ભંગ બદલ વેપારીઅો પાસેથી 4 લાખ રૂપિયા દંડ વસુલાયો હતો, લોકડાઉનના વર્ષ 2020-21 દરમિયાન 654 અેકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુના માંડવાળ ફી પેટે 16,59,900 રૂપિયાની અાવક વસુલ કરવામાં અાવી છે. જે ગત વર્ષ કરતા ચાર ગણી છે. અા સમગ્ર કામગીરીમાં તોલમાપ વિજ્ઞાન વિભાગ મદદનીશ નિયંત્રક વી. કે. પટેલ, ઇન્સ્પેકટર ડી. અે. માતંગ, જે. જે પ્રજાપતી, કુમારી અધિક્ષા દવે, સંજય ચાૈધરી, ડી. ડી. મોદી અને જે. અાર. નાયક સહિતનો સ્ટાફ જોડાયો હતો.

બીઝ પાઉડરના કેસમાં અેમેઝોન સામેની કાર્યવાહી હજુ પેન્ડિંગ
અેમેઝોન અોનલાઇન સાઇટ પરથી સુપર અોર્ગેનીક બીઝ પાવડર 100 ગ્રામની પેકિંગનું અોર્ડર કરવામાં અાવ્યું હતું, જેમાં કિંમત 199 રૂપિયા કિંમત પર 5 ટકા ડીસ્કાઉન્ટ કરી 189 રૂપિયા દર્શાવાઇ હતી. જો કે પેકિંગ કિંમત પર 150 રૂપિયા લખાયા હતા. જેથી મદદનીશ નિયંત્રક તોલમાપ વિભાગ તરફથી અોનલાઇન ખરીદી કરી દંડનીય કાર્યવાહી કરવા માટે નોટીસ ફટકારાઇ હતી. જે કેસની કાર્યવાહી ચાલુ છે અને પત્ર વ્યવહાર ચાલુ છે .

ભુજના શોપ સંચાલક સામે કોર્ટ કેસના વાગતા ભણકારા
ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે અાવેલા સ્વાદ કેશ અેન્ડ કેરી શોપમાં તોલમાપ વિભાગ તરફથી ચેકિંગ કરવામાં અાવ્યું હતું. જયાં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોવાની વાત સામે અાવી હતી તેમજ અમુક પેકિંગ પર પ્રાઇઝ લખાયેલી ન હોવાથી પેકેજ કોમોડીટી રુલ્સ અન્વયે ડેકલેરેશન નહી દર્શાવવા 2,06,000 દંડ કર્યો હતો. સંચાલક તરફથી દંડ ન ભરાતા કોર્ટ કેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં અાવી હોવાનું વી. કે. પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...