ચેકિંગ:તોલમાપ વિભાગે 320 એકમો તપાસી 1.7 લાખનો દંડ ફટકાર્યો

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના પાન પાર્લર વધુ ભાવ લેતા ઝડપાયો

કચ્છ કાનુની માપ વિજ્ઞાન (તોલમાપ) વિભાગ દ્વારા મે માસ દરમિયાન જિલ્લાના જુદા જુદા પંથકમાં ચેકિંગ હાથ ધરાઇ હતી. ટુકડીએ 320 એકમોમાં તપાસણી કરી 1,70,000નો દંડ વસુલ કર્યો હતો. વિભાગના મદદનીશ નિયંત્રક વી. કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, તોલમાપ વિભાગ દ્વારા મે માસ દરમિયાન જુદા જુદા પંથકમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં અબડાસા તાલુકાના આઇઓસી કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડિઝલ ઓછુ અપાતો હોવાનું ધ્યાને આપતા તેમના સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. તો જખૌ સોલ્ટ કંપનીમાં વે:બ્રીજને સીલ કરી 40 હજાર રૂપિયા દંડ વસુલાયો હતો. 

કુલ 1,70,000 રૂપિયાનો દંડ એકમો પાસેથી વસુલ કરાયો
લોકડાઉનનો લાભ લઇ છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા આઠ એકમો પાસેથી 16 હજારનો દંડ લેવાયો હતો, તો ગાંધીધામના શંકર પાન પાર્લર ખાતે એમઆરપી કરતા સીગરેટના વધુ ભાવ લેવાતા હોવાનું જણાતા તપાસ કરી 27 હજાર રૂપીયા દંડ પેટે વસુલ કર્યા હતા. ઇન્સ્પેકટર એસ. જી. ચૌધરી, ડી. એ. માતંગ, જીગર નાયક, જે. જે. પ્રજાપતી, ડી.ડી.મોદી, કુમારી એ. એસ. દવેની ટુકડીએ જિલ્લામાં જુદા જુદા 320 એકમોની તપાસ કરતા કુલ 42 એકમો પાસેથી કુલ 1,70,000 રૂપિયાનો દંડ એકમો પાસેથી વસુલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...