આકસ્મિક ચેકિંગ:ST બસ થોભતી હોય તેવી કચ્છની ચાર હાઇવે હોટેલ પર તોલમાપ વિભાગે તવાઇ બોલાવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોને છેતરતા હોવાથી 17 હજારનો દંડ

ગુજરાત રાજય અેસ.ટી. નિગમની બસના હાઇવે પર સ્ટોપ ચોક્કસ હોટેલ પર હોય છે ત્યારે હોટેલ સંચાલકો દ્વારા મુસાફરોની મજબુરીનો લાભ લઇ ગ્રાહકોને છેતરતા હોવાની ફરિયાદ અનેક વખત સામે અાવી છે. કચ્છના તોલમાપ વિભાગે અેસ.ટી. બસ સ્ટોપ કરતી હોટેલ પર અાકસ્મિક ચેકિંગ કરતા ચાર હોટેલ સંચાલકો ઝપટે ચડયા હતા.

અેસ.ટી. વિભાગની બસ હાઇવે પર ચોક્કસ હોટેલ પર સ્ટોપ કરે છે. ડ્રાઇવર અને કન્ડકટરની સાંઠગાંઠ હોવાની વાતો પણ અગાઉ ચર્ચાઇ હતી. તોલમાપ વિભાગની ટીમ અેસ.ટી. બસ સ્ટોપ કરતી હોટેલ પર અાકસ્મિક ચેકિંગ કરી સામાન્ય મુસાફરની જેમ પહોંચ્યા હતા.

ગ્રાહકોને તોલમાપ વિભાગના નિયમો મૂજબ છેતરતા હોવાથી ચાર હોટેલ સામે દંડકીય કાર્યવાહી કરી હતી. તોલમાપ વિભાગના અધ્યક્ષ વી. કે. પટેલ અને ઇન્સ્પેકટરોની ટીમે ચાર હાઇવે હોટેલને નિયમ 18-2, 14-24 અને 10-28 મુજબ 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મુખ્ય અધિકારી પટેલે જણાવ્યું હતું કે અેસ.ટી. નિગમની બસો ચોક્કસ હોટેલ પર સ્ટોપ હોય છે જયાં ગ્રાહકોને છેતરતા હોવાથી ચાર હોટેલને દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...