તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:રાપરના 49 કરોડના સુવઈ ડેમ પ્રોજેક્ટની મુલાકાત લઈ પાણી પુરવઠા મંત્રીએ જાત માહિતી મેળવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોને જલદી પાણી મળી રહે તે માટે તંત્રને સૂચના આપી

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે રાપર તાલુકાના કંથકોટ ખાતે રૂ.49.24 કરોડના સુવઈ ડેમ પ્રોજેકટની મુલાકાત લઇ પીવાના પાણીના પ્રશ્નો અને પ્રોજેકટની જાત માહિતી મેળવી હતી.

પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીએ રાપર તાલુકામાં સુવઈ ડેમ આધારિત જુથ પાણી પુરવઠા યોજના હેઠળ સરફેસ સોર્સ દ્વારા મળનારા પીવાના શુધ્ધ પાણીની વિગતો મેળવી હતી.મુલાકાતમાં મંત્રીએ લાભાર્થી ગામોના સરપંચ સાથે સમીક્ષા કરી હતી જેમાં કંથકોટના ખેંગારભાઇ સંઘાર, જડશાના રૂપાભાઇ કોળી તેમજ વામકા, હાલરા, તોરણીયા તેમજ રામપર અને વીજપરાના સરપંચ સાથે હાજર રહ્યા હતા.

ભચાઉના 8 અને રાપરના 14 છેવાડાના ગામો અને 28 વાંઢના સુવઈ ડેમ પ્રોજેકટની પાણીની સુવિધા મળશે. રાપર તાલુકાના કંથકોટમાં આવેલો સુવઇ ડેમ નર્મદા કેનાલ સાથે જોડાયેલો છે. જેથી આ ડેમમાં ઓછા વરસાદના કારણે પાણી ના હોય તો પણ ડેમ નર્મદા પાણીથી ભરી શકાય છે. આ પ્રોજેકટથી રાપર અને ભચાઉ તાલુકાના ગામો જયાં સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર પીવાના પાણીની સુવિધા ન હતી તેને પીવાનું શુધ્ધ પાણી મળશે.

ઉપસ્થિત પાણી પુરવઠાના અધિક્ષક ઈજનેર વનરાને તેમજ પ્રોજેકટ સંભાળતી કંપનીના અધિકારીઓને મંત્રીએ ડિસેમ્બર 2021 સુધી આ કામગીરી સત્વરે પુરી કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રગતિમાં છે એવા કામો પૈકી સંપ પર કામગીરીનું જાત નિરીક્ષણ કર્યુ હતું.

કચ્છ જિલ્લાના રાપર ભચાઉ તાલુકાના પાણી બાબતે જાત મુલાકાતે આવેલ મંત્રીએ રસ્તામાં રામવાવ ત્રંબો રોડ પર રામવાવ ખાતે ચાલી રહેલી પાઇપલાઇન બાબતે પણ નિરીક્ષણ કરી કામગીરી બાબતે વિભાગના અધિકારીને પૃચ્છા કરી હતી. તેમજ ત્રંબો ગામ ખાતે સરપંચ કેશાભાઇ કોળી, અગ્રણી હિરાભાઇ કોળી, ડોલરભાઇ ગોર, નાનજીભાઇ કોળી, રામદેવભાઇ ગોર સાથે સ્થળ મુલાકાત લીધી હતી. ત્રંબો ખાતે મંત્રીએ ગામ અગ્રણીઓ સાથે પાણી અંગે ચર્ચા કરી હતી.

મુલાકાત દરમ્યાન મંત્રી સાથે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, અગ્રણી અરજણભાઇ રબારી, કાનજીભાઇ ગોહિલ, ખેડુકા વાંઢના ભીખાભાઇ અણદાભાઇ ગોહિલ, ભચાઉ ડેપ્યુટી ઈજનેર આર.જે.જાડેજા, નાયબ કાર્યપાલક ઈજનેર સૌરભ શાહ, સબ ડિવીઝન રાપરના એમ.બી. પરમાર, વાયકોસ કંપનીના નિરવભાઇ, લાલજીભાઇ, દુષ્યંતભાઇ તેમજ યશ કંપનીના વાસુભાઇ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...