તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:36 હજારની વસ્તીની પાણી સમસ્યા ઉકેલવી મુશ્કેલ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજ પાલિકાની સામાન્ય સભામાં 3.13 કરોડના ખર્ચને મંજુરી છતાં
 • જમીન મળતીનથી: 11માં વોર્ડના રહેવાસીઓ ને ભારાપર યોજનામાંથી કાંયાવાળું પાણી બિનઉપયોગી

ભુજમાં વોર્ડ નંબર 11 સ્થિત મુન્દ્રા રિલોકેશન સાઈટની વિશાળ વસાહતને ભારાપર પાણી યોજનામાંથી પીવાનું પાણી અપાય છે. પરંતુ, અતિશય કાંયાવાળુ પીળા રંગનું અાવે છે, જેથી કરોડ રૂપિયા વેડફ્યા બાદ સમગ્ર યોજના નિષ્ફળ ગઈ છે, જેથી ભુજીયા સમ્પથી શિવકૃપા સમ્પ સુધી અાવતા નર્મદાના પાણીની લાઈનમાંથી ચંગલેશ્વર મંદિર સામે પાણી સંગ્રહના ટાંકામાં લઈ જઈ 36 હજારની માનવ વસતીની વસાહતને પૂરું પાડવાનો પ્લાન તૈયાર કરાયો છે. ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં અે ટાંકો બનાવવા 3.13 કરોડ રૂપિયાના ખર્ચને મંજુરી પણ મળી ગઈ છે. પરંતુ, ખાટલે મોટી ખોદ અે છે કે, હજુ સુધી ટાંકો બનાવવા જમીન જ મળી નથી !

શહેરના વોર્ડ નંબર 8 અને 11ના રહેવાસીઅોને પીવાનું પાણી પૂરું પાડવા ભારાપર ગામ નજીક 2016ના જૂન માસમાં ભારાપર પાણી યોજના અમલ મૂકાઈ હતી, જેમાં 12 પાતાળ કૂવા બનાવાયા હતા. પરંતુ, ક્રમશ: અેક પછી અેક પાતાળ કૂવા નિષ્ફળ ગયા અને હાલ માત્ર 4 પાતાળ કૂવા કાર્યરત છે, જેમાંથી પણ કાયાવાળુ પીળુ પાણી અાવતું હોવાની ફરિયાદો ઉઠી છે. અામ છતાં વારંવાર નવા નવા બોર બનાવી ખર્ચ વધારવામાં અાવતા રહ્યા છે. જે ખર્ચ વ્યર્થ સાબિત થયો છે.

જોકે, સેનિટેશન સમિતિના ચેરમેન અશોક પટેલે મુન્દ્રા રિલોકેશન સાઈટની વસાહતો માટે નર્મદાના પાણી પહોંચતા કરવા પ્લાન તૈયાર કર્યો છે, જેમાં ભુજીયા સમ્પમાંથી શિવકૃતા સમ્પમાં ઠલવાતા નર્મદાના પાણીને ચંગલેશ્વર મંદિર પાસે ટાંકો બનાવી ઠાલવવામાં અાવશે. જે માટે કારોબારી સમિતિમાં દરખાસ્ત પસાર કરાવી સામાન્ય સભામાં ઠરાવને મંજુરી માટે મૂક્યો હતો. જેને મંજુરી અપાઈ ગઈ છે. પરંતુ, ટાંકો બનાવવા કલેકટર મારફતે ગાંધીનગર ફાઈલ મૂકવાની પ્રક્રિયામાં અટકી પડી છે.

18 લાખ લીટરનો ભૂગર્ભ ટાંકો, 9 લાખ લીટરનો અોવર હેડ ટેન્ક
ચંગલેશ્વર સબ હેડ વર્કમાં 18 લાખ લીટરની ક્ષમતાનો ભૂર્ગભ ટાંકો, 9 લાખ લીટરની ક્ષમતાનો 20 મીટર ઊંચો અોવર હેડ ટેન્ક હશે. જે માટે મશીનરી, પાઈપલાઈન સહિતના સરસાધનો માટે 3.13 કરોડનો અંદાજિત ખર્ચ બતાવાયો છે.

ફાઈલ ગાંધીનગર મોકલાઈ છે : અશોક પટેલ
ભુજ નગરપાલિકાની સેનિટેશન સમિતિના ચેરમેન અશોક પટેલે મુન્દ્રા રિલોકેશન સાઈટના નગરસેવક છે, જેથી તેમણે સમગ્ર પ્લાન તૈયાર કરવા જહેમત ઉઠાવી છે. અેમને ખરાઈ કરવા પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જમીન મંજુર કરવા માટે પ્રક્રિયાના ભાગ રૂપે ભુજ નગરપાલિકાની કારોબારી અને સામાન્ય સભામાં મંજુરી મંગાઈ હતી. અે વિના કલેકટર મારફતે ગાંધીનગર પહોંચે નહીં. ગાંધીનગરથી સત્વરે મંજુરી મળી જાય અેવા પ્રયાસો ચાલુમાં છે. જે માટે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્ય પણ પ્રયાસો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો