કચ્છના બન્ની વિસ્તારમાં વી.આર.ટી.આઈ. દ્વારા એગ્રોસેલ ઈન્ડપ્રા.લી.ના આર્થિક સહયોગથી તાજેતરમાં ધોરડો ખાતે પીવાના પાણી માટે ગામ તળાવમાં માટીકામ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં અાવ્યું હતું. ધોરડો ગામે આ કામગીરી હેઠળ તળાવમાં 8 થી 10 હજાર ઘનમીટર માટીકામ કરવાનું આયોજન છે.
આ તળાવને જોડાણ માટે સીમ તળાવમાંથી 3 કિલોમીટર પાઈપ લાઈન જોડીને પાણી લાવવામાં અાવ્યુ છે. આ તળાવની પાણી સંગ્રહ શકિત વધે તેના માટે તળાવમાં માટી કરવામા આવી રહ્યું છે. આ તળાવમાં માટીકામ કરવાથી 180 પરિવાર અને 515 જેટલા પશુઓને પીવાના પાણીનો પ્રશ્ન કાયમી માટે હલ થશે.
અા પ્રસંગે એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના યોગેન્દ્રસિંગ, રાણાજી સૌઢા અને ધોરડો ગામના સરપંચ મિયાં હુસેનભાઈ મુતવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કંપનીના વિશાલ મિશ્રા અને જીગરભાઈ વૈધ ઉપરાંત વી.આર.ટી.આઈ.ટીમ ઉપસ્થિત રહી હતી. આ વિસ્તારમાં પીવાના પાણી માટે તળાવમાં માટીકામ, કુવાનું બાંધકામ અને અવાડા વગેરેના કામ કરવામાં આવી રહ્યા હોવાનું વીઆરટીઆઈના પ્રોજેકટ કોઓર્ડીનેટર સેંધાભાઈ પારેગીઅે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.