તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોટ વિસ્તાર અંદરના કુવાઓ રિચાર્જ થાય તો પાણી સમસ્યા ઉકેલી શકાય

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની આસપાસ 50 થી 100 ફૂટ ઉંડાઇએ નીકળતું પાણી
  • હમીરસર ફરતે 73 કુવા, તજજ્ઞોની સલાહ લઈ ભૂગર્ભ જળ ઊંચા લાવવા પડે

કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જે પ્રમાણે છે, તે મુજબ દર વર્ષે સચરાચર વરસાદ ન પડે તે સ્વાભાવિક છે. આ કારણથી જ હજારો વર્ષોથી આ પ્રદેશમાં વસતા લોકો અને શાસકોએ વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળ વધુ ઉલેચવા વ્યવસ્થા ગોઠવી હતી. ભુજની વાત કરીએ તો શહેરના કોટ વિસ્તારની અંદર જ 73 જેટલા કૂવા જળ વ્યવસ્થાપન માટે કામ કરતી સંસ્થા એરીડ કોમ્યુનિટીઝ દ્વારા શોધી કઢાયા છે. હમીરસર અને દેશલસર તળાવને ફરતે ઊંચા તળિયે મહત્તમ પાણી મળી રહે તેવી રીતે કૂવા અને વાવનું નિર્માણ કરાયું છે.

પચાસથી સો ફૂટની ઊંડાઈએ પાણી નીકળે છે. વર્ષોથી નગરપાલિકાનું પાણી સપ્લાય મળતા લોકોએ કૂવા તરફ લક્ષ નથી આપ્યું. તે જ રીતે શહેરની પાણીની માંગને પહોંચી વળવા કાયમ મથતી સુધરાઇ પણ કૂવા રિચાર્જ થઈ શકે તે બાબતે ગંભીર નથી. આ કુવાઓને તજજ્ઞોની સલાહ લઈ સંપૂર્ણ અભ્યાસ કરીને સફાઈ થઈ શકે. સારો વરસાદ થાય અને તળાવોમાં પાણી છલકાય તો આસપાસના કૂવાના તળિયા ઊંચા આવે એ નિશ્ચિત છે. જરૂરિયાત મુજબ સબમર્શિબલ પંપ દ્વારા પાણીનો ઘરવપરાશમાં ઉપયોગ થઈ શકે. રાજાશાહી વખતમાં પાણીની અછત નિવારવા માટે શહેરના કોટ વિસ્તાર 73 જેટલા કુવાનું નિર્માણ કરાયું હતું.

રહેણાંકના અગાસી પરથી ચોખ્ખું વરસાદી પાણી કૂવા રિચાર્જ કરવા વાપરી શકાય
શહેરમાં તળાવને ફરતે છે એમ દૂર અન્યત્ર પણ કૂવા બનાવવામાં આવ્યા છે. આવા કૂવાની પાણીની સપાટી ઉપર લાવવા આસપાસના મકાનોની અગાસી પરથી વરસાદી પાણી વહી જાય છે, તેને સંગ્રહી કૂવામાં ઉતારી શકાય. સંસ્થા દ્વારા ભુજમાં શિવરા મંડપ અને અન્ય જગ્યાએ આ પ્રયોગ કર્યા છે અને સફળ રહ્યા છે. > યોગેશ જાડેજા, ડાયરેક્ટર, એ.સી.ટી.

કોઠાવાવનું પાણી ખીચડીની મીઠાસ માટે જાણીતું હતું
તળાવની આસપાસ રાજાશાહીના સમયમાં કૂવા બન્યા છે. જેને જે તે વિસ્તાર અથવા ચોક પરથી નામ અપાતા. ઇન્દ્રાક્ષી વાવ, રામવાડી, દેડકા વાવ, વ્હોરા કૂવો વગેરે નામ હતા, તે જ રીતે પંચહટડીમાં કોઠાવાવ તરીકે ઓળખાતા કૂવાનું પાણી એટલું મીઠું હતું કે, અગાઉ લોકો ખીચડી માટે ખાસ આ પાણી ઘરે મંગાવતા. આજે પણ એકમાત્ર ગાડું છે, જે કોટ વિસ્તારની અંદરના વેપારીઓને આ મીઠું પાણી પહોંચાડે છે.

અન્ય સમાચારો પણ છે...