આયોજન:ભવિષ્યમાં વીજ પ્રવાહ બંધ થશે તો પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે નહીં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિઝલ જનરેટર વસાવી પમ્પિંગ ચાલુ રાખવાનો નિર્ણય
  • સ્થાનિકેથી બજાર ભાવ મંગાવાશે અને અોન લાઈન ટેન્ડરિંગ થશે

ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને નળ વાટે પીવાનું પાણી વિતરીત કરાય છે. પરંતુ, પી.જી.વી.સી.અેલ.નો વીજ પ્રવાહ બંધ થાય તો પમ્પિંગથી પાણી ઉલેચવા અને અાગળ ધકેલવાની કામગીરી અટકી જાય છે, જેથી ડિઝલ જનરેટરથી ખેંચવાની વ્યવસ્થા વિચારણા હેઠળ છે.ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં નળ વાટે પાણી વિતરણ સુલભ અને સરળ બનાવવા ઉપરાંત સાતત્ય જાળવવા માટે વોટર સપ્લાય કમિટીના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કર દિવસ રાત મહેનત કરી રહ્યા છે, જેમાં શહેરના મોટાભાગના રહેણાક વિસ્તારોમાં અેક બે દિવસના અંતરે પાણી વિતરણ અને અેક નિશ્ચિત સમયે પાણી વિતરણમાં 80 ટકા સફળતા મળી ગઈ છે. પાણી સંગ્રહ માટે વિશાળકાય અન્ડર ગ્રાઉન્ડ અને અોવર હેડ ટેન્ક પણ બની રહ્યા છે, જેથી અેક બે દિવસ પૂરતા નર્મદાના પાણી મળતા અટકી જાય તો પણ વાંધો ન અાવે.

પરંતુ, પી.જી.વી.સી.અેલ.નો વીજ પ્રવાહ અટકે ત્યારે છતે પાણીઅે લોકોને નળ વાટે પાણી પહોંચાડવામાં વિક્ષેપ અાવે છે. જેના ઉકેલ માટે 350 કે.વી.નો 1 અને 100 કે.વી.ના 3થી 4 ડિઝલ જનરેટર વસાવવાનો નિર્ણય લીધો છે. જે માટે સ્થાનિકેથી બજાર ભાવ મંગાવાશે. સરકારી પોર્ટલ ઉપર પણ ભાવ જોવામાં અાવશે.

અોન લાઈન ટેન્ડરિંગ પ્રક્રિયાથી પણ ભાવ મંગાવાશે. જે બાદ જનરેટર મંગાવી, જનરેટર મારફતે અેક સ્થળેથી બીજા સ્થળે પાણી ધકેલવા પમ્પિંગ પ્રક્રિયા ચાલુ થાય અેવી વ્યવસ્થા ગોઠવવામાં અાવશે. જે માટે પાણીના કામો માટે બચત ગ્રાન્ટમાંથી રકમ ખર્ચાશે. તેમણે જણાવ્યું હતું અે માટે હજુ થોડો સમય લાગશે. પરંતુ, ઉનાળાની ઋતુ પહેલા ગોઠવાઈ જાય અેવા પ્રયાસો કરવામાં અાવશે, જેથી શહેરીજનો ઉનાળાની ગરમીમાં પાણીની તંગી ન અનુભવે.નગરપાલિકાના આ આયોજનના કારણે જો ઉનાળામાં વીજ વિક્ષેપ થાય તો તો પણ નગરજનોને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...