તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Water Connection Of Three Kovid Hospitals In Bhuj Which Did Not Have Fire Safety Was Cut Off By The Municipality

તંત્ર સતર્ક:ભુજમાં ફાયર સેફ્ટી ન ધરાવતી ત્રણ કોવિડ હોસ્પિટલના પાણી જોડાણ પાલિકાએ કાપી નાખ્યા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલ વિરુદ્ધ નિયમભંગ બદલ કાર્યવાહી થઇ

રાજ્યમાં કોવિડ સારવાર દરમિયાન કોવિડ હોસ્પિટલમાં આગના બનાવો બન્યા હતા. જે બાદ સરકાર દ્વારા કડક આદેશ સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધન ઉપલબ્ધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં ભુજમાં ફાયર સેફ્ટી ન ધરાવતી ત્રણ કોવિડ હોસ્પિટલના પાણી જોડાણ કાપી નાખ્યા છે.

ફાયર સેફ્ટીમાં ઉણપ દેખાતા હોસ્પિટલના પાણી માટેના નળ કનેક્શન કપાયા

ભુજમાં હજુ કેટલીક હોસ્પિટલ આ બાબતે બેદરકાર રહેતી હોવાના કારણે રાજ્યની તમામ નગર પાલિકાના ચીફ ઓફિસરને આ અંગે તપાસના અધિકાર સરકાર તરફથી આપવામાં આવ્યા છે. ત્યારે નિયમભંગ બદલ ભુજની હોસ્પિટલમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રમુખ ઘનસ્યમભાઇ ઠક્કરે જણાવ્યું હતું. ભુજ ચીફ ઓફિસર મનોજ સોલંકીની જાત તપાસ દરમ્યાન ત્રણ હોસ્પિટલમાં સલામતીના નિયમોમાં અધૂરાસ જણાતા પાણી માટેના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. જેમાં ભુજ શહેરની જિયા હોસ્પિટલ, ન્યુ લાઈફ કેર હોસ્પિટલ અને ડો.ચંદ્રેશ ઠક્કરની હોસ્પિટલના પાણી જોડાણ સુધારાઈ કચેરીના અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં કટ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...