તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મેઘપર-બો.માં ચોકીદારની જ બાઇક ચોરાઈ

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના મેઘપર-બો.માં પ્લોટની ચોકી કરી રહેલા ચોકદારની બાઇક ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ અંગે અંજાર પોલીસ મથકેથી ગ્રીન લેન્ડ, મેઘપર-બો.માં રહેતા 55 વર્ષીય લાખાભાઈ રાણાભાઈ ખટાણાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી મેઘપર-બો.માં આવેલ શિવરામ નગરના પ્લોટ નં.7માં ચોકી કરતા હોવાથી તા. 18/7ના પોતાની રૂ. 40,000ના કિંમતની સ્પ્લેન્ડર પલ્સ બાઇક નં. જીજે 12 ઇસી 8013 લઈ ચોકી કરવા ગયા હતા. જ્યાં રાત્રે તે ઊંઘી જતા કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા તેમની પાર્ક કરેલી બાઇક ચોરી જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...