તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કૂડા જામપરમાં શિક્ષકની ઘટને લઇ ગ્રામજનોએ શાળાને માર્યા તાળા

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછા મહેકમ વચ્ચે શિક્ષકની બદલી થતાં રોષ ફેલાયો

રાપર તાલુકાના કૂડા જામપર ગામની શાળામાં અગાઉથી શિક્ષકની ઘટ વચ્ચે વધુ એક શિક્ષકની બદલી કરાતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળા મારી દીધા હતા.1થી 8 ધોરણના 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેના માટે 9 શિક્ષકનું મહેકમ છે તેની સામે હાલે 6 શિક્ષકો છે તે પૈકીના એકની બદલી અન્યત્ર કરી દેવાતાં વાલીઓમાં ચિંતા સાથે રોષ ફેલાયો હતો.

સરપંચ ગણેશાભાઇ ઢીલા અને રાજેશ આહિરે જણાવ્યું હતું કે, શિક્ષકોની ઘટ વિશે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી જેને લઇને આખરે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગે બદલીનો અણઘડ નિર્ણય લઇને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કર્યા હોય તેમ જણાઇ રહ્યું છે.

માત્ર ત્રણ વિદ્યાર્થીઓની ઘટ સામે એક શિક્ષકની બદલી કરી દેવાઇ છે તે કેટલા અંશે ઉચિત છે તેવો સવાલ રોષે ભરાયેલા વાલીઓએ કર્યો હતો. બદલીનો હુકમ રદ્દ નહી કરાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રહેશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો