તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તજવીજ:વાહન ડિટેઇન કરી ખોટી પહોંચના કેસમાં બે ને પુછતાછ માટે ઉઠાવાયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી ડિવિઝન પોલીસે RTO ઇન્સ.ની ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી

ભુજની આર.ટી.ઓ.માં ડિટેઇન થયેલી બાઇકની 6500 રૂપિયાની બોગસ પહોંચ બનાવીને બે એજન્ટોએ ગ્રાહકને પધરાવી દેતા તેણે નલિયા પોલીસમાં રજૂ કરી હતી, નલિયા પોલીસને શંકા જતા ચકાસણી કરતા રસીદ ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં બે એજન્ટોની પુછપરછ માટે ઉઠાવી લીધા હોવાની વાત સામે આવી છે.

નલિયા પોલીસે વાહન ડિટેઇન કરતા વાહન માલિક ભુજ આર.ટી.ઓ.માં દંડ ભરવા માટે આવ્યા હતા, જયાં સબંધી એજન્ટ પાસે પહોંચતા તેણે બોગસ રસીદ બનાવી સહી-સિક્કા કરી જે-તે વાહન માલિકને આપવામાં આવી હતી, તેણે વાહન છોડવવા માટે નલિયા પોલીસમાં રજૂ કરી હતી. પોલીસને શંકા જતા આર.ટી.ઓને જાણ કરી હતી અને ફરજ પરના ઇન્સ્પેકટર રાજુભાઇ ચૌધરીએ બી ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી, જેના આધારે બી ડિવિઝન પોલીસે બુધવારે સવારે બે એજન્ટોની પુછપરછ માટે ઉઠાવી લીધા હતા. રાજુ ચૌધરીના નિવેદન બાદ આગળની પુછપરછ કરી ફોજદારી નોંધવા બી ડિવિઝન પોલીસે તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાલ પુછપરછ માટે અટકાયત કરી હોવાની વાત જાણવા મળી છે.

નિર્દોષો ભોગ ન બને તે રીતની તપાસ આદરાઇ : પીઆઇ
આ અંગે બી ડિવિઝન પીઆઇ રમેશ ગોજીયાએ કહ્યું હતું કે, આર.ટી.ઓ. ઇન્સ્પેકટરની ફરિયાદ અરજી અનુસંધાને તપાસ ચાલુ થઇ છે અને નિવેદનનો દોર શરૂ થયો છે. તપાસ કામે બે એજન્ટોને પુછપરછ માટે બોલાવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તો વધુમાં કહ્યું કે, ફરિયાદ અરજી અનુસંધાને તટસ્થ તપાસ કરી કોઇ નિર્દોષનો ભોગ ન લેવાય તે મુદ્દાને ધ્યાને લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયા બાદ જવાબદાર સામે ફોજદારી દાખલ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...