તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અંગે સાવચેતી રથ:જે ગાડીએ રોફ જમાવ્યો તે હવે જાગૃતિ ફેલાવશે!

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ આઇજીએ પૂર્વ-પશ્ચિમ કચ્છ, પાટણ, બનાસકાંઠાના એસપીની હાજરીમાં રથને લીલી ઝંડી આપી
  • રાજયમાં સૌપ્રથમ ભુજમાં કોરોના અંગે સાવચેતી માટે રથને પ્રસ્થાન કરાવાયું

કોરોનાના કેસ દિવસા દિવસ વધતા જાય છે જેની સામે લોકોમાં જાગૃતી ફેલાય તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઇ રહ્યા છે. કોરોના કાબુમાં રહે અને લોકો સાવચેતી રાખે તે માટે રાજયમાં સૌપ્રથમ પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે કોરોના જાગૃતી રથનું પ્રસ્થાન રેન્જ આઇજીએ પશ્ચિમ-પુર્વ કચ્છ, પાટણ અને બનાસકાંઠા પોલીસ અધિક્ષકની હાજરીમાં કરાવ્યું હતું. જે વાહનમાં થોડા દિવસ પૂર્વે દુધઇ પાસે આવેલી હોટલ પર ચાયના પૈસા મુદ્દે રોફ જમાવાયો હતો તે જ વાહન હવે કોરોના જાગૃતી ફેલાવશે.

કચ્છમાં કોરોનાના કેસોમાં દિવાળી બાદ ભારે ઉછાળો નોંધાયો છે અને લોકોમાં જાણે કોરોનાનો ભય ન રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યું છે. અમદાવાદ અને મોટા શહેરો જેવી પરીસ્થિતિ કચ્છમાં ન થાય તે માટે તંત્ર દ્વારા સાવચેતી રાખવા જણાવાયું હતું. દરમિયાન ભુજ શહેરમાં રાજયમાં સૌપ્રથમ વખત પોલીસ તરફથી કોરોના જાગૃતી રથ શહેરમાં ફરાવાશે. જે વિસ્તારમાં ટોળા અથવા ભીડ હોય છે તે વિસ્તારમાં આ વાહન ફરવાશે અને જાગૃતી ફેલાવાશે.

શનિવારે સાંજે સરહદી રેન્જ કચેરીએ આઇજી જે. આર. મોથાલીયાએ પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સીંઘ, પુર્વ કચ્છ એસપી મયુર પાટિલ તેમજ પાટણ અને બનાસકાંઠા એસપીની હાજરીમાં આ રથને લીલીઝંડી આપી હતી. આ અંગે પશ્ચિમ કચ્છ એસપીએ જણાવ્યું હતું કે, લોકોમાં જાગૃતી ફેલાય તે માટે આ વાહન શહેરમાં ફરાવાશે. અમદાવાદ અને મોટા શહેરો જેવી હાલત કચ્છની તેમજ ભુજની ન થાય તે માટે લોકોમાં જાગૃતી આવે તે માટે પ્રયાસો જારી છે. આ રથ ભરતુ હશે ત્યારે કોઇ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતો જણાશે તો તેની સામે પગલા લેવાશે અને માસ્ક નહીં પહેરેલું હોય તે દંડ પણ ફટકારવામાં આવશે.

પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે. એન. પંચાલે જણાવ્યું હતું કે, રાજયમાં પ્રથમ વખત પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આ રથનું પ્રસ્થાન કરાવાયું છે, ચારેય જિલ્લાના એસપીની હાજરીમાં પ્રસ્થાન કરાવાયું હતું. ભુજને જોઇને અન્ય જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા પણ પ્રેરણા લઇ જન જાગૃતી માટે આ કાર્ય કરી શકે તેવી વાત કરી હતી. પોલીસે હોર્ડિંગસ તૈયાર કર્યા છે જે સુમો પર લગાવાયા છે અને એક સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી છે જે ઓડીયો સતત ચાલુ રહેશે અને આ વાહન ભુજમાં વિવિધ વિસ્તારોમાં ફેરવાશે. તો વધુમાં કહ્યું હતું કે, આ રથમાં માસ્કનો જથ્થો રાખવામાં આવ્યો છે જે કોઇ જરૂરતમંદ જેની પાસે માસ્ક લેવાની સગવડ નહીં હોય તેમને આ માસ્ક આપવામાં આવશે.

નોંધનીય છે કે, એકાદ માસ અગાઉ દુધઇ પાસે આવેલી અલ્લારખા હોટેલ પર જીજે 12 જીએ 0135 નંબરની સુમો કામરમાં રાત્રે ચાયના પૈસા મુદ્દે આવેલા બે શખ્સોએ વાહનની લાઇટો અને સાયરન ચાલુ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો તેમજ રોફ જાડયો હતો. હોટેલ પર પાર્કિંગ થયેલા વાહનોનું ચેકિંગ કરી ડ્રાઇવરો સામે ડારા-ડફારા કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. એ જ પોલીસ વાહન હવે ભુજ શહેરમાં કોરોના જાગૃતી ફેલાવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો