તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતા:મંજુરી વિના ભરાતી શાક માર્કેટ કોરોનાને નોતરે છે

આદિપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુર ચાર વાળી વિસ્તારમાં કચરાના ઢગ અને ટ્રાફિક વચ્ચે પીસાતા લોકો
  • મુન્દ્રા સર્કલ પાસે ખસેડાયેલા 80 લાઈનની જૂની શાકમાર્કેટના વિક્રેતાઓમાં છેતરાયાની લાગણી

આદિપુરમાં વહીવટી તંત્રનો જાણે કોઈ ભય જ ન હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે. અનલોક સમયે આદિપુરના 80 લાઇન વિસ્તારમાં ભરાતી જૂની શાક માર્કેટને મુન્દ્રા સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં ખસેડાઇ હતી, પરંતુ હવે ચારવાળી ચાર રસ્તા પાસે ઉભા રહેતા 50થી વધુ રેંકડી ધારકોને લીધે ફરી પાછી સ્થિતિ જેમ ની તેમ થઈ ગઈ છે. મંજુરી વિના ચારવાળી ચાર રસ્તા પાસે શાક માર્કેટ શરૂ થઈ જતા કચરાના ઢગ અને ટ્રાફિકની સમસ્યા શરૂ થઈ ગઈ છે, મુન્દ્રા સર્કલ પાસે ખસેડાયેલા શાકભાજીના વેપારીઓ છેતરાઈ ગયાની લાગણી અનુભવી રહ્યા છે.

ચારવાળી ચાર રસ્તા પાસે સાંજ પડે ને 50 થી વધુ શાકભાજીની અને નાસ્તાની લારીઓ ગોઠવાઈ જાય છે. એક તરફ કોરોનાના કેસ ઘટી ગયા છે ત્યારે લોકોની લાપરવાહી વધુ રોગચાળાને નોતરી આવે તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ અહીં ઉભા રહી જઇ ને કોરોના સંબધિત નિયમોનો ઉલાળિઓ કરીને ઉભા રહેતા શાકભાજીના ધંધાર્થીઓને કારણે રોગચાળાના સમયે તંત્ર ની વાત માનીને મુન્દ્રા સર્કલ પાસે ખસી ગયેલા 80 લાઇનની જૂની શાક માર્કેટમાં કામ કરનારા જુના શાકભાજી વાળા પરેશાન થઈ ગયા છે. તેઓ હવે શહેરમાં જૂની શાક માર્કેટ પાસે યથાવત સ્થિતિ માં વેપાર શરૂ કરવાની મંજુરી માંગી રહ્યા છે.

બીજી તરફ આ ચાર રસ્તાનો વિસ્તાર આદિપુર થી ભુજ જતી બસોના માર્ગ પર જ આવતો હોવાથી અકસ્માતો નો ભય પણ ઉભો થઇ ગયો છે. આ સ્થિતિમાં સરકાર ચાર વાળી ચાર રસ્તા પાસે ઉભા થઇ ગયેલા રેકડીધારકોને હટાવી આ વિસ્તારને ભીડભાડ મુક્ત કરવાની જરૂર છે. શહેરની બહાર તરફ ખસી ગયેલા જૂની શાકમાર્કેટના જુના વેપારીઓને વહીવટી તંત્ર સાથ આપે એ સમયની માંગ છે

અન્ય સમાચારો પણ છે...