તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મુન્દ્રામાં મહા મંગળવારે 30 કેન્દ્ર પર 4 હજાર લોકોને અપાશે રસી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ તા.7-6 તથા કોવેકસીનનો પ્રથમ ડોઝ તા.2-8 પહેલાં લેનાર લોકોને કેન્દ્રો પર બીજો ડોઝ અપાશે

કોરોના વિષાણુ સામેની લડતને વધુ વેગવાન બનાવવા માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રસીકરણ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે મુન્દ્રા તાલુકામાં તા.31/8ના મંગળવારના દિવસે રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમ યોજાશે. જેમાં તાલુકાના જુદા-જુદા સ્થળોએ લોકો રસીકરણનો લાભ લઈ શકશે.

મેગા ડ્રાઈવ તળે મુન્દ્રા તાલુકામાં 4 હજાર જેટલા લોકોના રસીકરણનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્વયંસેવકો, સંસ્થાઓ, ધાર્મિક અને સામાજીક અગ્રણીઓના સહકારથી લોકોમાં રસીકરણ અંગે જાગૃતતા લાવી કોરોના સામે રક્ષાકવચ અપાશે.

કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ તા.7-6-21 તથા કોવેકસીનનો પ્રથમ ડોઝ તા.2-8-21 પહેલાં જેણે લીધો હોય તેવા લોકો બીજો ડોઝ લઈ શકશે. આ ઉપરાંત નિધાર્રીત કરેલા સ્થળો ઉપર રસીકરણથી વંચિત રહી ગયેલા 18 વર્ષથી ઉપરના તમામ લોકોને પ્રથમ ડોઝ લઈને સમયસર રસીકરણ કરાવી લેવા તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અા સ્થળોઅે રસીકરણ કરવામાં અાવશે
રસીકરણ અભિયાન હેઠળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા, રતાડીયા, નાના કપાયા, વાંકી, મોટા કાંડાગરા, ભદ્રેશ્વર અને નાની તુંબડી તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રા અને ભુજપર ઉપરાંત ધ્રબ, મુન્દ્રા-6, દેશલપર, સમાઘોઘા, ભુજપર, પ્રતાપપર, રામણીયા, મોટી ખાખર, બેરાજા, ભદ્રેશ્વર-2, વડાલા, લુણી, ગુંદાલા, સાડાઉ, મોટા કપાયા, પત્રી, લાખાપર, કુંદરોડી સહિત 18 સબ સેન્ટર ખાતે તથા પોર્ટ વિસ્તારમાં એપોલો હેલ્થ કેર સેન્ટર, મુન્દ્રામાં રોટરી હોલ અને બારોઈમાં પ્રાથમિક શાળા સહિત કુલ ૩૦ જગ્યાએ રસીકરણ કેમ્પ યોજાશે એવું તાલુકા હેલ્થ ઓફિસર ડો. ક્રિષ્નાબેન ઢોલરીયા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...