તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વ્યાજખોરોએ કોલેજીયન પાસે કોરા ચેકોમાં સહી કરાવી કાર પડાવી લીધી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મારી નાખવાની ધમકી પણ આપી: 4 આરોપીઓ સામે નોંધાયો ગુનો

ભુજના પ્રમુખસ્વામીનગરના ઓધવ એવન્યુ ખાતે રહેતા કોલેજીયન યુવકને ઉંચા વ્યાજે નાણા આપી વ્યાજના વીશ ચક્રમાં ફસાવીને ચાર શખ્સોએ બળજબરીથી કોરા ચેકોમાં સહી કરાવી ગાડી પડાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપતાં એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ 1 જાન્યુઆરી 2020થી 25 ફેબ્રુઆરી 2021 દરમિયાન વાલદાસનગર તેમજ ભુજમાં અલગ અલગ જગ્યાએ બન્યો હતો. ભુજના પ્રમુખ સ્વામીનગરના ઓધવ અવન્યુ ખાતે રહેતા અને બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા શિવમ દિનેશભાઇ કોટક નામના યુવકે એ ડિવિઝન પોલીસ મથકમાં યશપાલસિંહ નયનસિંહ જાડેજા, જગદીશસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા, ચતુરસિંહ ખેંગારજી જાડેજા અને રવિરાજસિંહ નામના શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદી યુવક અને યશપાસિંહ શાળામાં સાથે ભણતા હોવાથી બન્ને મિત્રો હતા. દરમિયાન યશપાસિંહ, જગદીશસિંહ અને ચતુરસિંહ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા.ઉચા વ્યાજે નાણાના કારણે ફરિયાદી વ્યાજના વિશ ચક્રમાં ફસાઇ ગયો હતો. દરમિયાન મુદલ ઉપરાત ઉચુ વ્યાજ ચુકવ્યું હોવા છતાં આરોપીઓએ ફરિયાદીને ફોન પર અને ઘરે જઇને ધાકધમકી આપીને બળજબરીથી કોરા ચેકોમાં સહી કારાવી ફરિયાદીની કાર પડાવી લઇ તેમજ ફરિયાદીએ ગીરવે મુકેલા દાગીનાનું વ્યાજ પડાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આરોપીઓ વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો