મુલાકાત:આધુનિક યુગમાં મંદિર પ્રવેશની અશ્પૃશ્યતા દુર થવી જોઇએ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે ખરેખર સાૈનો સાથ, સૌનો વિકાસની વાતને સાર્થક કરવી જોઇઅે
  • વડગામના ધારાસભ્ય ​​​​​​​જીજ્ઞેશ મેવાણીએ નેરના હુમલામાં પીડિતોની પૃચ્છા કરી

ભચાઉ તાલુકાના નેર ગામે મંદિરમાં પ્રવેશ મુદ્દે બનેલી ઘટનાના રાજયભરમાં પડઘા પડયા છે. દલિત સમાજના ભાઇ-બહેનોને મંદિરમાં પ્્રવેશ મુદ્દે હુમલો કરી માર મરાતા ગંભીર ઇજાઅો પહોંચી હતી અને જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વડગમના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીઅે ભુજની જનરલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. પોલીસ પ્રશાસન અને સરકાર પણ ભારે અાક્ષેપો પણ કર્યા હતા.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીઅે માધ્યમોને જણાવ્યું હતું કે, અાધુનીક યુગમાં પણ અમુક વિસ્તારોમાં જુનવાણી પ્રથા નાબુદ થઇ નથી જે દુર થવી જોઅે. સાૈનો સાથ અને સાૈનો વિકાસની વાતો ભાજપ સરકાર કરી રહી છે ત્યારે સાચા અર્થમાં અા સુત્રને સાર્થક કરવુ જોઇઅે. નેર ગામમાં અસામાજીક તત્વો દ્વારા મંદિર પ્રવેશ મુદ્દે હુમલો કરાયો તેમાં મહિલાઅોને પણ બાકાત રખાયા નથી અને ગંભીર ઇજાઅો પહોંચાડાઇ છે ત્યારે કચ્છના મહિલા કલેકટરે અા મહિલાઅોની મુલાકાત પણ નથી લીધી તેમ ઉમેર્યું હતું.

નેર ગામની ઘટના મુદ્દે પૂર્વ કચ્છ પોલીસ વડાને રૂબરૂ મળી અારોપીઅો સામે સખત કાર્યવાહી કરવા માટે રજૂઅાત કરી હતી. અાજના સમયમાં પણ અમુક તત્વો દ્વારા મંદિરમાં પ્રવેશ મુદ્દે રોકવામાં અાવે છે, ગુજરાતના અન્ય જિલ્લાની અેક ઘટનાની યાદ તાજી કરી હતી. તો સામખિયાળીમાં પણ મેવાડીએ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...