તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:અઢી મહીને યુનિવર્સિટીને મળશે કાયમી રજીસ્ટ્રાર

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 અરજી પરથી પેનલ સ્ક્રુટીની કરી ઇન્ટરવ્યુ લેશે

કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતી તરીકે સર્ચ કમિટી સહિતની પ્રક્રિયા કરવામાં આવી હતી, એવી જ રીતે રજીસ્ટ્રાર તરીકે 18 અરજીઓ આવી છે જેની સ્ક્રુટી કરવામાં આવશે બાદમાં ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આમ સમગ્ર પ્રક્રિયાને અઢી માસ જેટલો સમય નીકળી જશે જેથી કચ્છ યુનિવર્સિટીની અઢી મહિને કાયમી રજીસ્ટ્રાર મળી જશે. કાયમી રજીસ્ટ્રાર તરીકે 18 અરજીઓ આવી છે. જે અરજીઓની ઇન્ટર્નલ અને એક્સર્ટનલ સ્ક્રુટી કરવામાં આવશે. અરજીઓની સ્ક્રુટી થયા બાદ મંજુર થયેલી અરજીઓનુ એક પેનલ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવશે. કોઇ એક તારીખે તમામ મંજુર થયેલી અરજીઓ પરથી ઇન્ટરવ્યુ લેવાશે. સરકાર દ્વારા નક્કી કરાયેલી એક પેનલ તમામના ઇન્ટરવ્યુ લઇ માર્કિંગ કરી એક ચોક્કસ નામ બંધ કવરમાં સરકારને મોકલશે. સરકાર તરફથી તે નામને બહાલી આપી કચ્છ યુનિવર્સિટીને જાણ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા મંજુર થયેલા નામની જાણ જે-તે કોલેજ અથવા યુનિવર્સિટીને કરવામાં આવશે, આમ કોલેજ કે યુનિવર્સિટીમાંથી તે છુટા થઇ કચ્છ યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રાર તરીકે હાજર થશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતા અઢી માસ જેટલો સમય નીકળી જશે તેવો સુત્રોએ જણાવ્યું હતું. આમ અઢી માસ બાદ કચ્છ યુનિવર્સિટીને કાયમી રજીસ્ટ્રાર મળશે.

કચ્છ યુનિ.ને દાયક પછી કાયમી રજીસ્ટ્રાર મળશે
કચ્છ યુનિવર્સિટીમાં અનિલ ગોર ડેપ્યુટી રજીસ્ટ્રાર હતા, બાદમાં તેમને એક્સટેન્શન આપી 2007થી 2010 સુધી રજીસ્ટ્રાર તરીકે રખાયા હતા. ત્યારથી આજ સુધી એક દાયકા જેટલો સમય થયો ઇન્ચાર્જના ભરોસે યુનિવર્સિટીનો વહીવટ ચાલતો આવ્યો છે. એક દાયક બાદ કચ્છ યુનિવર્સિટીને કાયમી રજીસ્ટ્રાર મળશે.

અન્ય સમાચારો પણ છે...