તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટર્નશીપ:યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ ઇન્ટર્નશીપ શરૂ કરવાની તારીખ લંબાવી

ભુજ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસક્રમ પરીક્ષા સબંધિત મહત્વના નિર્ણયો લેવાયછા છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા યુનિવર્સિટી અને કોલેજમાં ઇન્ટર્નશીપ કરનારા વિદ્યાર્થીઓ માટે નિયમો હળવા કરાયા છે, જે અંતર્ગત યુજીસીએ ઇન્ટર્નશીપ શરૂ કરવાની તારીખ લંબાવવાની છુટ આપી છે, તે સાથે ઓનલાઇન પ્રવૃત્તિને પણ પ્રાધાન્ય આપ્યું છે.  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દેશભરની કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા છાત્રોની ઇન્ટર્નશીપ સંદર્ભે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ખાસ કરીને તેમના સ્વાસ્થય  સંબંધિત પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખવા માટે યુનિવર્સિટી અને કોલેજમાં ઇન્ટર્ન કરનારા વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ અને અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ માટે કેટલાક નિયમો હળવા કરાયા છે.  વિદ્યાર્થી ઓનલાઇન ઇન્ટર્નશીપ પ્રવૃત્તિ કરે તેને પ્રાધાન્ય આપવું જોઇએ તેમજ ઘર બેઠા જ ડિજિટલ માધ્યમથી ઇન્ટરનેટ સહિતની પ્રવૃત્તિ કરી શકાય તે માટે પ્રયાસો કરવા જોઇએ. હાલમાં ચાલી રહેલા પ્રોજેકટને પણ ઇન્ટર્નશીપ  સાથે જોડી શકવાની છુટ આપી છે તેમજ તારીખ પણ લંબાવવાની છુટ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો