અકસ્માત:ખાવડાના સરગુ પાસે ચાલકને ઝોકું આવી જતા ટ્રક પલટી ગઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજના હંગામી અાવાસ પાસે બે બાઇક ભટકાઇ

ખાવડાથી ભુજ અાવી રહેલી ટ્રકના ચાલકને રવિવારે સવારે ચારેક વાગ્યાના અરસામાં સરગુ ગામના પાટીયા ગામે ઝોકું અાવી જતા ટ્રક પલટી ખાઇ ગઇ હતી, જેથી ચાલકને ગંભીર ઇજાઅો પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો ભુજના હંગામી અાવાસ નજીક જી.અાઇડી.સી. પાસે બે બાઇક ભટકાતા ચાલકને પણ ઇજાઅો પહોંચી હતી.

રવિવારે પરોઢે ચાર વાગ્યાના અરસામાં લાલજી કાનજી મહેશ્વરી (રહે. કુંદરોડી, તા. મુન્દ્રા)વાળો પોતાની ટ્રક જીજે 12 બીડબ્લ્યુ 5773 વાળી ટ્રક લઇને ખાવડાથી ભુજ અાવી રહ્યો હતો, સરઘું પાટીયા પાસે ચાલકને ઝોકું અાવી જતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક પલટી ખાઇ ગઇ હતી. હતભાગીને માથાના ભાગે ગંભીર ઇજાઅો પહોંચતા તેના મિત્ર જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ અાવ્યા હતા.

બીજી તરફ, સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સની રાજુ કોલી નામનો યુવક પોતાની બાઇક લઇ લખુરાઇ ચાર રસ્તા પાસે જઇ રહ્યો હતો ત્યારે જી.અાઇ.ડી.સી. ચાર રસ્તા પાસે સામેથી અાવતી બાઇક સાથે ભટકાઇ હતી. સની કોલીને ઇજાઅો પહોંચતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી વાહનની ગતિ મર્યાદા જળવાતી ન હોવાથી ભુજ અને આસપાસના વિસ્તારોમાં દરરોજ માર્ગ અકસ્માતના બનાવો બની રહ્યા છે. જે ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...