ફરિયાદ:મોટી ખોંભડીમાં ટ્રક ચાલકે મહિલાના કપડા ફાડી કરી છેડતી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતા-પુત્રીએ પવનચક્કીનું કામ બંધ કરવા કહેતા ડખો
  • ધકબુશટનો માર મારી છરી લઇ મારવા દોડ્યો

નખત્રાણા તાલુકા વિસ્તારમાં પવનચક્કીના કામનો વિવાદ વક્રયો છે. ત્યારે મોટી ખોંભડી ગામની સીમમાં ચાલી રહેલા વીજ પોલના કામ અટકાવા પિતા સાથે ગયેલી મહિલાને ધકબુસટનો માર મારી ટ્રક ચાલકે છેડતી કરી અને કપડા ફાડી છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરી નાસી જતાં ફરિયાદ નખત્રાણા પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોટી વિરાણી ગામે રહેતી 30 વર્ષીય મહિલાએ નખત્રાણા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક કાદર નામના શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મોટી ખોંભડી ગામની સીમમાં ફરિયાદી મહિલા તેના પિતા સાથે ગઇ હતી.

તે દરમિયાન મોટી ખોંભડી ગામની સીમમાં પવનચક્કીના પોલી અને તારનું કામ કરી રહેલા મજુરોને કામ બંધ કરવાનું કહેતા આરોપી કાદરે ફરિયાદી મહિલા સાથે ગાળા ગાળી કરી હતી. અને ફરિયાદી મહિલાનો હાથ પકડી કપડા ફાડી નાખ્યા હતા. અને ધકબુસટનો માર મારીને છરી લઇ મારવા પાછળ દોડ્યો હતો. લોકો ભેગા થઇ જતાં આરોપી પોતાના કબજાની ટ્રક લઇને નાસી ગયો હતો. નખત્રાણા પોલીસે ભોગબનાર મહિલાની ફરિયાદ પરથી આરોપી વિરૂધ ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...