સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ:પહોંચ બતાડવા માટે પોલીસ અધિકારીઓ સાથેનો ફોટો મુકી ઓળખાણનો ઢોંગ 'ને અધિકારીઓ અજાણ!

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંગત સબંધ હોવાનો દેખાડો કરાય, અધિકારીને ખબર પણ ન હોય

છેલ્લા કેટલાક સમયથી પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે, અમુક સમયે અંગત સબંધ હોવાનો અમુક શખ્સો દેખાડો કરી દમદાટી પણ કરતા હોય છે. જો કે, અધિકારીને પણ આ અંગે ખબર પણ હોતી નથી. બુકે અને શાલ ઓઢાડી સન્માન કરી લઇ ફોટો પડાવી સોશિયલ મીડિયા મારફતે ઓળખાણ હોવાનો ઢોંગ પણ કરી નખાય છે.

શહેરના અમુક યુવાનો પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરી પોતાના સબંધ હોવાનો દેખાડો કરતા હોય છે, અમુક ગુનેગારોને મેટર પતાવી દેવાની મોટી મોટી વાતો પણ કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી અધિકારી-પદાધિકારીઓ સાથે ફોટો પડાવી, બુકે આપી સન્માન કરી સોશિયલ મીડિયામાં દેખાડો કરવાનો અેક દુષણ વધી રહ્યું છે. અધિકારી અને પદાધિકારીને ધ્યાન પણ નથી હોતું કે ફોટો પડાવનાર વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કયા વ્યવસાય સાથે સંકળાયેલો છે.

અમુક પોલીસ કર્મચારીઓ સાથે જાહેરમાં ચાય પીવાના બહાને ઉભા રહી તેમજ અધિકારીઓ સાથેના ફોટા વ્હોટસઅ અને ફેસબુકમાં વાયરલ કરવામાં આવે છે, બાદમાં કોઇ ઓળખીતા ઇસમની ગુનામાં સંડોવણી સામે આવે ત્યારે તેને આશ્વાસન આપી પૈસા પણ પડાવી લેવાય છે પણ ખરેખર પોલીસ અધિકારી કે કર્મચારી અજાણ હોય છે.

પોલીસ અધિકારીઆ પર ધબ્બો ન લાગી જાય
પોલીસ અધિકારી અને કર્મચારીઅો સાથે સબંધ હોવાનો ઢોંગ કરી ગુનેગારોને આશ્વાસન આપી પૈસાની માંગણી થતી હોવાની તેમજ પૈસા લેવાની ઘટનાઅો બની ચૂકી છે. જમીન તેમજ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલો એક યુવક ડીવાયઅેસપી, પોલીસ કર્મચારીઓ સાથેના ફોટા વ્હોટસઅેપમાં અપલોડ કરી સબંધ હોવાનો દેખાડો કરી ગુનેગારોને દમદાટી કરી મેટર પતાવી દેવાના આશ્વાસન પણ આપતો હોવાનું ધ્યાને આવ્યું છે. તો ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલો યુવક જાહેરમાં અેક અધિકારી સાથે ફરતો હોવાનું પણ જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...