ભુજ શહેરમાં જિલ્લા બહારની બિન સરકારી સંસ્થા દ્વારા ડિવાઈડર ઉપર વૃક્ષો વાવી શોભા વધારાઈ રહી છે. પરંતુ, ફૂટપાથ ઉપરની ઝાડી કટિંગ કરાઈ નથી, જેથી શોભામાં અભિવૃદ્ધિ થતી નથી. ઉલ્ટું ઋતુ બદલે ત્યારે મચ્છરનો ઉપદ્રવ વાહન ચાલકો માટે જોખમ ઊભું કરી દે છે.
ભુજ નગરપાલિકાની નવી બોડીઅે શાસન ધુરા સંભાળ્યા બાદ દેશલસર તળાવમાંથી જળકુંભિ કાઢવા, પીવાનું પાણી અેકાંતરે અને નિયત સમય વિતરણ કરવા જેવા નોંધનીય કાર્યો કર્યા છે, જેમાં હવે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ડિવાઈડર ઉપર 10 ફૂટ ઊંચા ટ્રી-ગાર્ડ સાથે 12 ફૂટ ઊંચા વૃક્ષ વાવી શોભામાં અભિવૃદ્ધ કરવાનું કાર્ય પણ ઉપાડાયું છે.
જોકે, શહેરના માર્ગોની સફાઈ અને નાળા સફાઈના ઠેકામાં ઝાડી કટિંગનો પણ સમાવેશ કરાયો હોય છે. પરંતુ, ઠેકેદાર દ્વારા અે કામગીરી નામ પૂરતી કે દેખાવ પૂરતી જ થતી હોય છે, જેથી ઋતુ બદલે ત્યારે મચ્છરના ઉપદ્રવથી વાહનો ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. જે પ્રત્યે પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ અને સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવી ધ્યાન અાપે તો શોભામાં અભિવૃદ્ધિ થશે અેવી લોક લાગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.