તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દોઢ વર્ષ પહેલાં કરાયેલી કચ્છના 17 તલાટીની બદલી એકાએક રદ્

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપસંદ સ્થળે જવાની રાહ જોતા તલાટીઓમાં કચવાટ

દોઢ વર્ષ અગાઉ પોતાના ઈચ્છિત જિલ્લામાં બદલી કરાવ્યા બાદ છૂટા થવાના હુકમોની રાહ જોઇ રહેલા કચ્છના 17 તલાટી-સહ મંત્રીની બદલી રાજ્ય સરકારે એકાએક રદ્દ કરી દેતાં આ નિર્ણય ચર્ચાનો વિષય બની રહ્યો હતો. કચ્છમાંથી છૂટા થઈને બદલીની મન પસંદ જગ્યાએ ફરજ પર ચડવાની કાગડોળે રાહ જોતા તલાટીઓની બદલી જ રદ્દ થતાં અવાચક બની ગયા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ ગત વર્ષે 2020ના જાન્યુઆરી માસથી લઈ માર્ચ મહિના સુધીના ગાળામાં 17 તલાટીઓની જિલ્લાફેર બદલી કરવાના રાજ્ય સરકારે હુકમ કર્યાં હતા. તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીએ કરેલી રજૂઆતને ધ્યાને લઈ પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગે તેમની અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરી હતી. પરંતુ, બદલીના હુકમો નિયત કાર્યપધ્ધતિ અનુસર્યા સિવાય કરાયા હોવાનું જણાવી પુખ્ત વિચારણાના અંતે તે હુકમો મૂળ અસરથી રદ્દ કરી દેવાયાં હોવાનું નવા હુકમમાં જણાવાયું છે. કોણે નિયત કાર્યપધ્ધતિનું અનુસરણ કર્યું ન હતું તે સવાલ અનુત્તર છે.

ગાંધીનગરના પંચાયત વિભાગમાં ફરજરત અધિકારીઓની વહીવટી અક્ષમતા અને બેદરકારીનો ભોગ તલાટીઓ બન્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જે 17 તલાટીઓની દોઢેક વર્ષ અગાઉ બદલી કરાઇ હતી તેઓ આટલા લાંબા સમય બાદ પણ તેમની જગ્યાએ અન્ય તલાટી ન આવતાં છૂટા થયા નથી અને હજુ પણ કચ્છમાં જ ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...