તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસુરક્ષા અંગે માર્ગદર્શન:જળસ્ત્રોતોની પરંપરાગત સમજણ ભારતીય સંસ્કૃતિના વિવિધ તહેવારો સાથે વણાયેલી છે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીઆરટીઆઇ અને એસીટી ભુજ દ્વારા જળસુરક્ષા અંગે માર્ગદર્શન
  • ભીમ અગિયારસે અબડાસા તાલુકાની 19 ગ્રામ પંચાયત દ્વારા જળસુરક્ષા આયોજન કરાયું

આપણી ભારતીય સંસ્કૃતિમાં કેટલાક તહેવારો સાથે જીવસૃષ્ટિના સહઅસ્તિત્વ માટેની કેટલીક પરંપરાઓને જાળવવાની સમજણ પણ વણાયેલી છે. આવા જ એક તહેવાર ભીમ અગિયારસ સાથે પરંપરાગત જળસ્ત્રોતોની જાળવણી અને સ્વચ્છતા-સફાઈ કાર્ય બાખૂબી રીતે વણાયેલ છે, પરંતુ વર્તમાન સમયમાં દિનપ્રતિદિન વધતાં જતાં બાહ્ય સ્ત્રોતો દ્વારા પાણી પુરું પાડવાની પધ્ધતિઓ વિકસી રહી છે ત્યારે, આપણા સ્થાનિક જળસ્ત્રોતો લોકમાનસ પરથી ભૂંસાઈ રહ્યા છે– ફળ સ્વરૂપે આવા સ્ત્રોતો બિનઉપયોગ બની રહ્યા છે.

આ ચિંતાજનક બાબતને લક્ષમાં રાખીને અબડાસા તાલુકાના 19 ગામોની ગ્રામપંચાયતો અને ગામલોકો સાથે રહીને ગ્રામસ્તરનું જળસુરક્ષા આયોજન તૈયાર કરવાનું મહત્વનું કાર્ય ભીમ અગિયારસના સપરમાં દિને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઈન્સ્ટિટયુટ (વી.આર.ટી.આઈ.) અને એ.સી.ટી.,ભુજના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતાં આયોજક સંસ્થાઓના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ગ્રામસ્તરના જળસુરક્ષા આયોજનના હેતુસર વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગામલોકો સાથે રહીને જે તે ગામના જમીન વપરાશના નકશાઓ બનાવવા ઉપરાંત તેને સંલગ્ન જળસ્ત્રોતોના અને ભુસ્તરના નકશાઓ બનાવવાની કામગીરી સંદર્ભે અલગ અલગ જૂથો સાથે ચર્ચાઓ કરીને સ્થાનિક લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરીના હેતુસર તૈયાર કરેલ નકશાઓ ઉપરાંત જે તે ગામની આ ક્ષેત્રની જરૂરી તમામ માહિતી દર્શાવતા ચાર્ટ તાલુકાના પસંદગીના 19 ગામોમાં જઈને ત્યાંની ગ્રામપંચાયતો અને સ્થાનિક લોકોને પુરા પાડવામાં આવ્યા હતા. આ માહિતીના આધારે જે તે ગામોમાં જળસુરક્ષા આયોજન મુજબ આગળના સમયમાં કામગીરી વધુ પરિણામલક્ષી રીતે હાથ ધરી શકાશે તેવો આશાવાદ બંધાયો છે. અંશુલ સ્પેશ્યલ્ટી મોલીકયુલ્સના આર્થિક સહયોગથી હાથ ધરાયેલ આ આયોજનમાં વિજ્ઞાન અને સ્થાનિક અનુભવોનો સમન્વય સાધીને ભીમ અગિયારસના પર્વની સર્વહિત સુખાયની ભાવના સાથે અલયાદી ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...