તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કચ્છ આવેલા રેલવે અધિકારી સમક્ષ લાકડિયા અને રાપરના વેપારીઓએ રજૂઆતો કરી

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપરને રેલવે સ્ટેશન અને ગ્રામ્ય વિસ્તારમાં રેલવે લાઈન વિકસાવવા રજૂઆત
  • લાકડિયા પાસેના રેલવે ફાટકના કાર્યમાં ગતિ લાવવા અંગે રજૂઆત

વાગડ વિસ્તારના સામાખીયાળી અને લાકડિયા ગામના રેલવે સ્ટેશન પર વાર્ષિક નિરીક્ષણ માટે મુંબઈના ચર્ચ ગેટથી આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ સમક્ષ રાપર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆતો કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના અનુસાર રાપર તાલુકો ખૂબ મોટો વિસ્તાર ધારાવે છે રાપર અને તેના ગ્રામ્ય વિસ્તારના લોકો મુંબઇ, પુના અને બેંગ્લોર સહિતના મહાનગર સાથે વ્યાપારિક રીતે જોડાયેલા છે.

આ માટે અવર જવર કરવા સામાખીયાળી રેલવે સ્ટેશને આવવું પડે છે ને રાપરથી 50 કી. મી. જેટલું અંતર ધરાવે છે જ્યારે છોટાપર અને સઈ ગામ રાપરથી માત્ર 13 કી. મી.ના અંતરે આવેલા છે. જ્યાંથી રેલવેની બ્રોડગેજ લાઈન ગાંધીધામ સુધી પસાર થાય છે. તો આ ગામોની રેલવે લાઈનનો અને સ્ટેશનનો વિકાસ કરવામાં આવે તો રાપર તાલુકાના લોકોને ખૂબ ઉપીયોગી બની શકે છે.

તેમજ રાપર શહેરને રેલવે સ્ટેશન ફાળવવામાં આવે તો સમગ્ર તાલુકાના લોકોને રેલવેનો વિશેષ લાભ મળી શકે છે જેના કારણે રેલવે તંત્રને પણ પૂરતા ટ્રાફિક સાથે આર્થિક ફાયદો મળી શકે છે, જે બાબતે રેલવે નિરક્ષકનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવાની પ્રતિક્રિયા વેપારીઓને આપી હોવાનું વેપારી પ્રમુખ મુકેશભાઈ ઠકકર અને મહામંત્રી નિલેશ માલિએ જણાવ્યું હતું.

ભચાઉ તાલુકાના લાકડિયા ગામની પંચાયત દ્વારા હાલ ઘણા સમયથી ચાલી રહેલા રેલવે ફાટક ન.192 RVBના કાર્યમાં ઝડપ લાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી, રેલવે અધિકારીને આપેલા પત્રમાં આ ફાટકના ચાલતા ધીમા કાર્યથી વાહનો રોકાઈ રહેવાથી અનેક મુશ્કેલી થાય છે. ખાસ કરીને ગંભીર બીમારી વખતે જાનહાની થવાના બનાવ બની ચુક્યા છે. જેના નિરાકરણ માટે ઓવરબ્રિજ અસરકારક બની શકે છે. એવું સરપંચ ફતેહમામદ લાલમામદ રાઉમએ એક યાદી મારફત જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...