કોરોના વાઇરસ:જિલ્લામાં એકસાથે 14 કેસ આવતા આંકડો 200ને પાર !

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં કોરોનાનો પણ જાણે વરસાદ : સ્થાનિક સંક્રમણથી સતત વધતા કેસો
  • 14માંથી 11 દર્દીઓ સ્થાનિક સંપર્કમાં આવતા ભોગ બન્યા : ત્રણ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી

કચ્છમાં કોરોના હવે બેકાબુ બન્યો છે. ખાસ કરીને અનલોક 2માં કેસોની સંખ્યા દિવસો-દિવસ વધી રહી છે. મંગળવારે એક સાથે 14 પોઝિટિવ કેસો આવતા જિલ્લાના કુલ સંક્રમિતોનો આંકડો 200ને ઓળંગી ગયો હતો. કચ્છમાં કોરોનાના હવે કુલ 210 કેસો થઇ ગયાં છે.મંગળવારે 14 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાંથી 11 દર્દીઓ સ્થાનિક દર્દીઓના સંપર્કમાં આવતા કોરોનાનો ભોગ બન્યા હતાં. અબડાસાના દદામપરમાં મહારાષ્ટ્રથી આવનારા 85 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ભાનુશાલી, માંડવીના નાનીખાખરમાં સુરતથી આવેલા 35 વર્ષીય વિશાલ વી વેદાંત, ભચાઉના મનફરા ખાતે મુંબઇથી આવેલા 69 વર્ષીય બેચરભાઇ છેડાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો સાંઘીપુરમની બાવા કોલોનીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. અહીં સાત પોઝિટિવ કેસો નોંધાયા હતાં.

જેમાં 52 વર્ષીય પરવેઝ ખારદીહુસેન, 69 વર્ષીય પુરુષ મનોહર પી કે, 28 વર્ષીય પ્રવિણ જહોદ, 23 વર્ષીય પુરુષ આદિનાથ ધુમલ, 21 વર્ષીય પુરુષ મહમ્મદ જાવેદ અહેમદ, 20 વર્ષીય મોહમ્મદ હૈદર, 56 વર્ષીય શંકરસના મુંડલીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો લખપતના વર્માનગર ખાતે સ્થાનિક સંક્રમિતના ત્રણ કેસ આવ્યા હતા. જેમાં 56 વર્ષીય મહિલા પ્રવિણાબાનુ માકરાણી, 25 વર્ષીય યુવાન ભટ્ટી રાહુલ અને 54 વર્ષીય આધેડ ભટ્ટી હેતેન્દ્રભાઇ કોરોનાનો ભાગ બન્યા હતાં. તો નખત્રાણાના નિરોણાના ભાનુશાલી ફળીયામાં રહેતા 55 વર્ષીય સંજય ખેતશી ગજરા કોરોનાનો ભોગ બન્યા હતાં. તેઓ પણ સ્થાનિક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા કોરોનાગ્રસ્ત થયા હતા. 

જિલ્લા પંચાયત કવાર્ટર સહિત કચ્છના 7 સ્થળાે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
જિલ્લા પંચાયત-ભુજના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને કર્મચારીના પોઝિટિવ આવતાં કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી પણ વર્કફ્રોમ હોમ છે ત્યારે તા.16/7 સુધી જિલ્લા પંચાયત કમ્પાઉન્ડના સરકારી કવાર્ટરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
> તા.16/7 સુધી ભચાઉ તાલુકાના ખારોઇના સુથારવાસમાં ભરત રામજી સુથારના ઘર. 
> બાબુ છગન કોલીના ઘર સુધી અને માંડવી તાલુકાના નાની ખાખરનો વચલો ફળિયો, નવાવાસ.
> તા.17/7 સુધી રાપર શહેરના અયોધ્યાપુરી આરેઠીયા શેરી, પોસ્ટ ઓફિસની પાછળના વિસ્તારના 13 ઘર વિસ્તાર.
> અંજાર તાલુકાના વરસામેડીના અંબાજીનગર-1ના ઘર નં.40/એ થી 61/બી વિસ્તાર.
> મુન્દ્રા તાલુકાના પત્રીની યાદવનગર સોસાયટીના 7 ઘર વિસ્તાર.
> નખત્રાણા તાલુકાના નિરોણા ગામના ભાનુશાળી ફળિયા શેરી નં.1 અને 2માં રણછોડ ખેતશી ભાનુશાળીના ઘરથી હરેશ વિશ્રામ ભાનુશાળી ઘર સુધીનો વિસ્તાર.

BSF જવાનો સહિત 11 દર્દીને રજા અપાઇ
તો બીજીબાજુ 11 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેમાં મુન્દ્રાની હોસ્પિટલમાંથી 3 દર્દીઓ, ભુજ ખાતે બીએસએફના આઠ દર્દી સાજા થતાં હોસ્પિલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...