તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપમાન:રાજ્યમાં અવ્વલ નલિયા 10.4 ડિગ્રી સાથે ઠર્યું

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નલિયામાં ન્યૂનતમ પારો 5.5 ડિગ્રી જેટલો ગગડતાં 10.4 ડિગ્રી સાથે રાજ્યમાં ફરી અવ્વલ ક્રમે ઠંડું રહ્યું હતું. ઉત્તર દિશાએથી પ્રતિ કલાક 4 કિલો મીટરની ગતિએ ફુંકાયેલા પવનથી સૂર્યાસ્ત બાદ ટાઢોડું ફરી વળ્યું હતું. શુક્રવારે 16 ડિગ્રી સાથે નલિયામાં ઠંડીમાં રાહત રહી હતી પણ પારો એકાએક સાડા પાંચ ડિગ્રી જેટલો નીચે સરકી જતાં રાજ્યનું સૌથી શીત નગર બની રહ્યું હતું. ભુજમાં ન્યૂનતમ 14.4, કંડલા પોર્ટ પર 15.6 જ્યારે કંડલા એરપોર્ટ મથકે 14 ડિગ્રી જેટલું રહેતાં રાત્રે ઠંડીનું જોર અનુભવાયું હતું. જિલ્લામાં મહત્તમ સરેરાશ 28 ડિગ્રી રહ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા થોડા દિવસથી કચ્છમાં ઠંડા પવનો લહેરાઇ રહ્યા છે. ખાસ કરીને નવેમ્બરમાં આ પ્રકારની ઠંડી કચ્છમાં ભાગ્યેજ પડતી હોય છે પરંતુ ચાલુ વર્ષે ઠંડીએ ચમકારો બોલાવ્યો છે. જેના પગલે લોકોને વહેલા ગરમ કપડા કાઢવાની નોબત આવી છે.

અન્ય સમાચારો પણ છે...