આક્ષેપ:ભુજમા રિક્ષા વિતરકની સર્વિસ માટે સંગઠનનો વિરોધનો સૂર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસીપી બજાજ દ્વારા રિક્ષા માલિકને હેરાન કરાયાનો આક્ષેપ

ભુજમાં બજાજની રિક્ષાના વિતરક દ્વારા રિક્ષા માલિકને સર્વિસ આપવામાં વિલંબ કરીને ખોટી રીતે હેરાન કરાયા હોવાના આક્ષેપ સાથે કંપનીના કસ્ટમર કેર વિભાગમાં રજૂઆત કરાઇ હતી.ભુજ શહેર ઓટો રિક્ષા વેલફેર એસોસિયેશન દ્વારા કરાયેલા આક્ષેપમાં જણાવાયું હતું કે, ઓસીપી બજાજ રિક્ષા ડિલર્સમાં સર્વિસ બાબતે કડવો અનુભવ થયો હતો. એસોસિયેશનના ખજાનચી સુલેમાનભાઇની રિક્ષામાં તારજન બારમાં ખરાબી થતાં ટાયરમાં ઘસારો થવાથી ડિલરે તે બદલી આપ્યું હતું.

ત્યાર બાદ રિક્ષા ચાલુ ન થતાં ફરિયાદ કરી તો પેટ્રોલ ફિલ પમ્પ બદલી અપાયો હતો તેમ છતાં રિક્ષા ચાલુ ન થવાથી વાયરિંગમાં કાંઇક ખામી લાગે છે તેમ જણાવાયું હતું. વાયરિંગ બદલાવવા વારંવાર ધક્કા ખવડાવાતાં સિનિયર મેનેજરને જાણ કરાઇ હતી અને તેમની સુચનાને પગલે આખો દિવસ રિક્ષા રાખી જવા જણાવાયું હતું. જ્યારે રિક્ષા લેવા ગયા ત્યારે કામ થયું નથી તેમ જણાવાયું ત્યારે રિક્ષાના કબજેદાર અને એસોસિયેશનના પ્રમુખ જનક એલ. ગોરે રિક્ષા પાછી આપવાનું કહેતાં જોબ કાર્ડ બની ગયો હોવાથી રિક્ષા પરત નહીં મળે તેમ જણાવીને ચાર-પાંચ દિવસ સુધી ડિલરે રિપેરિંગ માટે રાખી દીધી હતી. જો વાયરિંગની સામગ્રી જ તેમની પાસે ન હતી તો શા માટે હેરાન કરાયા તેવી રજૂઆત એસોસિયેશનના પ્રમુખે કસ્ટમર કેર સર્વિસમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...