તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં ગરમી બરકરાર:ત્રણ મથકો રાજ્યમાં સૌથી ગરમ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ, આદિપુર અને અંજારમાં તાપ વરસ્યો

કચ્છમાં મોટા ભાગે સૂર્ય પ્રકાશ સાથે વરસાદના કોઇ આસાર જોવા નથી મળતા તેની વચ્ચે ત્રણ શહેરો રાજ્યમાં સૌથી ગરમ રહ્યા હતા.રાજ્યમાં અવ્વલ કંડલા એરપોર્ટ મથકે મહત્તમ પારો 36.6 ડિગ્રી રહેતાં ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારોમાં ગરમી અનુભવાઇ હતી.

બીજા ક્રમના ઉષ્ણ કંડલા બંદરે મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ત્રીજા સ્થાને ગરમ બનેલા જિલ્લા મથક ભુજમાં ઉંચું ઉષ્ણતામાન 36 ડિગ્રી રહેતા દિવસભર ભાદરવા જેવો તાપ અનુભવાયો હતો. અગાઉ જોવા મળતાં વરસાદી વાદળો હટી જતાં ગરમીનું જોર જારી રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વાતાવરણ ભેજનું પ્રમાણ વધ્યું છે તેમ છતાં વરસાદના કોઇ ઉજળા સંજોગો જણાતા નથી.

અન્ય સમાચારો પણ છે...