તહેવારોમાં રહો સાવધાન:કચ્છમાં 3 દિવસમાં લોકલ સંક્રમણનો ત્રીજો કેસ

માંડવી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો નવા વસ્ત્રોની સાથે માસ્ક પણ પહેરીને રાખે એ જરૂરી
  • માંડવી તાલુકામાં સગર્ભાને બીમારીનો ચેપ લાગતા દોડધામ

તહેવારોની સીઝનમાં ફરી કચ્છમાં બીમારીએ માથું ઊંચક્યું છે. અત્યારસુધી જિલ્લામાં ટ્રાવેલ હિસ્ટ્રીના કેસો સામે આવતા હતા. જોકે હવે લોકલ ટ્રાન્સમિશનના કોવિડ પોઝિટિવ કેસો પણ સામે આવી રહ્યા છે. જેને લઈને ચિંતાની લહેર વધુ પ્રસરી જવા પામી છે.શનિવારે જ ભુજ શહેરના નરનારાયણ નગરમાં દંપતીને કોરોના વાયરસનો પોઝિટિવ કેસ આવ્યો હતો. જેમને લોકલ સંક્રમણ હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે સોમવારે ફરી જિલ્લામાં 1 કોવિડ પોઝિટિવ કેસ આવ્યો છે જેમાં માંડવી તાલુકાના લાયજા ગામની મહિલાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વધુ માહિતી પ્રમાણે ચેપગ્રસ્ત મહિલા પોતે સગર્ભા છે.જેથી માતાની સાથે બાળકની સંભાળ માટે આરોગ્ય વિભાગમાં દોડધામ થઈ પડી છે.આ સાથે ત્રણ દિવસમાં જ કચ્છમાં લોકલ ટ્રાન્સમિશનના 3 કેસો નોંધાવા પામ્યા છે.જે તહેવારો ટાંકણે ચિંતાજનક કહી શકાય તેમ છે હાલની સ્થિતિએ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ છે.દરમ્યાન સોમવારે 8628 લોકોને રસી આપવામાં આવી હતી.

તહેવારના દિવસોમાં લોકો નવા વસ્ત્રોની સાથે માસ્ક પણ પહેરી રાખે એ જરૂરી બની ગયું છે.નોંધનિય છે કે,તાજેતરમાં માંડવીના શેખાઇબાગ વિસ્તારમાં માંડવીથી પરત આવેલા યુવાનને બીમારીનો ચેપ લાગ્યો હતો આ નવા કેસથી માંડવીમાં એક્ટિવ કેસની સંખ્યા 2 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...