ક્રાઇમ:SBIમાં ચોરી સવારે, જાણ સાંજે કરી છતાં આરોપીને દબોચી લીધો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરીટી ગાર્ડના 10 હજાર ચોરનાર સલમાન પકડાયો
  • CCTV ફુટેજ પરથી કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલા એસબીઆઇ બેન્કમાં સિક્યુરીટી ગાર્ડના થેલામાંથી 10 હજારની ચોરી થઇ હોવાની ચકચારી ઘટનામાં સવારની ઘટના અંગે બેન્ક મેનેજરે છેક સાંજે બેન્ક બંદ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી તેમ છતાં પોલીસે તાબળતોબ સીસીટીવી ફુટેજના આધારે એક કલાકમાં જ કેમ્પ અરિયામાંથી સલમાનખાન અહેમદ પઠાણને મુદામાલ સાથે દબોચી લઇને બી ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના ગોકુલવાસમાં રહેતા અને આર.ટી.ઓ. સર્કલ પાસે એસબીઆઇ બેન્કમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ બહાદુરસિંહ રાણા (ઉ.વ.51) બુધવારે બેન્કમાં ફરજ પર આવ્યા ત્યારે ઘરેથી કાળા કલરની બેગમાં દસ હજારની નવી નોટો જમા કરવવા લઇ આવ્યા હતા. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે સવારે પોણા બાર વાગ્યે બેગમાં રહેલા રોકડા દસ હજાર રૂપિયા શેરવી લીધા હતા. આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસપી વસાવાના માર્ગ દર્શન હેઠળ એએસઆઇ પંકજકુમાર કુસ્વાહા, સંજયભાઇ કટારા, નીલેશભાઇ રાડા, નવીનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, કિરણબેન બાંટવા સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...