તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ખાણખનિજના 25 ઘટકની નિવિદા પ્રક્રિયા ગાંધીનગરથી અટકી પડી

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 સપ્ટેમ્બરના પૂર્ણ થતી અવધી બાદ કોઈ હલચલ નહીં

કચ્છ જિલ્લાના પાંચ તાલુકાના વિવિધ વિસ્તારોમાં 25 ખાણખનિજના ઘટકની નિવિદા પ્રક્રિયા ગાંધીનગરથી અટકી પડી છે. સૂત્રોએ જણાવ્યું કે,આ પ્રક્રિયા 9 સપ્ટેમ્બરના પૂર્ણ થવાની હતી.જેમાં બ્લેકટ્રેપ,લાઇમસ્ટોન,સેન્ડસ્ટોન,રેતી અને ચાઈનાક્લે સહિતના ખનીજના ઘટકનો સમાવેશ થતો હોય છે.પ્રારંભિક ધોરણે આ તમામ નિવિદા કલેકટરની સહી બાદ ગાંધીનગર મોકલવામાં આવે છે. જ્યાંથી તકનીકી લાયક બોલી લગાવનારને ખૂટતી અધૂરાશ માટે અંગત પત્ર વ્યવહાર કરવામાં આવે છે અને બાદમાં નિવિદા પ્રક્રિયા પૂર્ણ થાય છે.

આ મુદ્દે ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાત્રી એ.બી ઓઝાએ જણાવ્યું કે,આ પ્રક્રિયા હાલ ગાંધીનગરથી અટકી છે.જિલ્લા સ્તરે નિવિદા માટેની તમામ ગતિવિધિઓ સંપન્ન થઇ ગઈ છે. નોંધનીય બાબત છે કે,બોલી લગાવનારા લોકોના કરોડો રૂપિયા હાલ નિવિદા પ્રક્રિયાના અટકવાના કારણે રોકાઈ ગયા છે.તદુપરાંત કેટલાય લોકો જે આ મુદ્દે આગળની પ્રક્રિયા અને રોકાણને લઈને પણ આયોજન કરી ચૂક્યા છે તેમને પણ આ સ્થિતિના કારણે નિર્ણયની બાબતમાં અટકી જવું પડ્યું છે,ગાંધીનગરથી અટકેલી પ્રક્રિયાને સ્થાનિક અધિકારીઓ વેગ અપાવે તો સરકારી તિજોરીને પણ મસમોટી આવક થઇ શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો