તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બન્નીમાં દબાણ હટાવવા ગયેલી ટીમ રણમાં પાણી ભરાયેલું હોઇ પરત ફરી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીરંડિયારા સીમમાં અઠવાડિયા સુધી કામગીરી ચાલશે : ડીસીએફ

ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં ઘાસિયા મેદાન પર થયેલા ખેતી વિષયક દબાણો દુર કરવાની કામગીરી તહેવારોઅે બંધ રહ્યા બાદ ગુરુવારે ભીરંડિયારા સીમમાં તંત્રની ટીમ ગઇ હતી પરંતુ પાણી ભરાયેલું હોઇ પરત ફરી હતી.

ઘાસિયા મેદાન પર વાડા બનાવીને માથાભારે શખ્સો દ્વારા ખેતી કરવામાં અાવી રહી છે, જે મુદ્દો નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલમાં જતાં ટ્રીબ્યૂનલે કચ્છના તંત્રને દબાણો હટાવવાનો અાદેશ કરતાં તા.23-8થી સળંગ ત્રણ દિવસ દબાણ હટાવ કામગીરી કરાઇ હતી. જો કે જેસીબી અોપરેટરો કચ્છ બહારના હોઇ સાતમ-અાઠમના તહેવારો પોતાના વતન ગયા હોઇ અતિક્રમણ દુર કરવાની કામગીરી બંધ રાખવામાં અાવી હતી.

બન્ની વન વિભાગના ડીસીઅેફના ચાર્જમાં રહેલા અેમ.યુ. જાડેજાઅે જણાવ્યું હતું કે, તા.2-9, ગુરુવારના ભીરંડિયારા સીમમાં દબાણ હટાવવા માટે વન વિભાગ, પોલીસ અને ભુજ ગ્રામ્ય મામલતદારના પ્રતિનિધિ સહિતની ટીમ ગઇ હતી પરંતુ વરસાદના પગલે સ્થાનિકે પાણી ભરાયેલું હોઇ તેમાં જેસીબી ચાલી શકે તે ન હોઇ કામગીરી બંધ રખાઇ હતી. શુક્રવારથી અેક અઠવાડિયા સુધી ભીરંડિયારા સીમમાં જ અતિક્રમણ દુર કરવાની ઝુંબેશ જારી રહેશે. અત્રે નોંધનીય છે કે, સાતમ-અાઠમના તહેવારો અગાઉ સતત ત્રણ દિવસ દરમ્યાન દબાણ હટાવ કામગીરી જારી રાખી 670 અેકર જમીન ખુલ્લી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...