તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરરીતી:નાની અરલમાં ચાલુ પરિક્ષાએ વીડિયો ઉતારી શિક્ષિકાએ કરી ધમાલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા પોલીસ મથકમાં મહિલા વિરૂધ નોંધાયો ફરજ રૂકાવટનો ગુનો
  • શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરિક્ષામાં ગેરરીતીનો કર્યો આક્ષેપ

નખત્રાણાના નાની અરલ ગામે કુમાર પ્રા. શાળામાં શિક્ષક સજજતા સર્વેક્ષણની ચાલી રહેલી પરિક્ષા વચ્ચે નખત્રાણા પોલીસ લાઇન પ્રાથમિક શાળાના છાયાબેન એન પટેલ નામના શિક્ષિકાએ પરિક્ષામાં ગેરરીતી આચરાતી હોવાનું જણાવી મોબાઇલથી વિડીયો શુટીંગ કરી રાડા રાડ કરી મુકતાં હોવબાળો મચી ગયો હતો.

સીઆરસી કોર્ડીનેટર તરીકે છેલ્લા ચાર વર્ષથી દેવીસરમાં ફરજ બજાવતા વિનોદભાઇ રાઘાભાઇ પ્રજાપતિએ નખત્રાણા પોલીસ મથકમાં છાયાબેન સામે ગુનો નોંધાવ્યો હતો. છાયાબેન નાની અરલ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ચાલી રહેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણની ચાલુ પરિક્ષા દરમિયાન આવીને કેવી રીતે પરિક્ષા લ્યા છો તેમે ગેરરીતી આચરો છો કે, કેમ તે ચેક કરવું છે. તેમ કહીને પરિક્ષા ખંડ બહાર ઉભા રહીને મોબાઇમમાં વિડીયો શુટીંગ કરતા હતા ત્યારે હાજર શિક્ષકોએ તેમને રોક્યા હતા. પરંતુ મહિલાએ રાડા રાડ કરી ધમાલ મચાવતાં મહિલા વિરૂધ ફરજમાં રુકાવટની કલમ તળે ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...