તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય લઈને નિકાલ:અપીલ પેન્ડિંગ હોવાથી કરદાતા જીએસટી રિટર્ન નહીં ભરી શકે

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓની ભૂલના કારણે કરદાતા દંડાશે
  • કરમાફી યોજનાનો લાભ લેવા 31 ઓગસ્ટ પહેલા રિટર્ન ભરવું પડશે નહીંતર 8થી 10 લાખનો દંડ થશે

નાણામંત્રીએ કોરોનાની મહામારીમાં કરદાતાને રાહત આપવા માટે જીએસટી દંડ માફી યોજના જાહેર કરી હતી. જે કરદાતાના રિટર્ન ભરવાના રહી ગયા તે 31 ઓગસ્ટ પહેલા રિટર્ન ફાઇલ કરે તો રોજના 50ના પેનલ્ટીની જગ્યાએ ટોકન રકમ રૂ. 500 લાગશે તેવી જોગવાઇ કરી હતી. પરંતુ મોટા ભાગના કરદાતાની અપીલના કેસ પૂર્ણ ન થતાં વેપારીઓના જીએસટી નંબર શરૂ થયા નથી. જેથી અપીલ પેન્ડિંગ હોવાને કારણે વેપારીઓ રિટર્ન નહીં ભરી શકે.

કરદાતાઓ જીએસટીના જુલાઇ 2017થી બાકી રહેલા રિટર્ન31 ઓગસ્ટ 2021 પહેલા ભરી દેવા જરૂરી છે. પરંતુ જીએસટી અધિકારીઓ દ્વારા રિટર્ન ફાઇલ ન કર્યા હોય તે લોકોના નંબર રદ કરાયા છે. જેને લઇને કરદાતા જીએસટીમાં અપીલ ફાઇલ કરી છે. જીએસટી અપીલ ડિપાર્ટમેન્ટે કોઇ પગલા ન લેતા કરદાતાઓ પોતાનો નંબર ચાલુ કરાવી શકયા નથી અને આ સ્કીમનો લાભ લેવામાંથી વંચિત રહી ગયા છે.

અપીલ ડિપાર્ટમેન્ટે પગલા ન લેતા કરદાતાને 8થી 10 લાખના દંડનો સામનો કરવો પડશે. બુધવારે સ્ટેટ જીએસટીના જોઇન્ટ કમિશનરે પરિપત્ર કરી ડિપાર્ટમેન્ટના અપીલ કમિશનરને આદેશ કર્યો છે કે આવી અપીલનો તાત્કાલિક નિર્ણય લઈને નિકાલ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...