તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કચ્છમાં ‘ટેન્કર યુગ’ પૂર્ણ, જરૂર પડે તો જ પાણી પુરવઠા બોર્ડ ઉપયોગમાં લેશે

ભુજ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાણી પુરવઠામાં લાખો રૂપિયાના બિલ તો ટેન્કરના ડિઝલના બનતા..
 • પા.પૂ.વિભાગ દ્વારા છેવાડાના ગામ સુધી જળ વ્યવસ્થાપનની કામગીરી થઇ ગઇ છે
 • ટપ્પર ડેમ સાથે પશ્ચિમ કચ્છ જોડાઈ જતાં ટેન્કર સ્ટેન્ડ બાય

ગરમી શરૂ થતાં જ તંત્રને આખા વર્ષ માટે પાણીની વ્યવસ્થાને લઈને ચિંતા સતાવતી હોય છે, જ્યારે કચ્છમાં આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાવાનો તંત્રનો દાવો કરવામાં આવ્યો છે. છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે પહોંચાડવાનું શરૂ થઈ ગયું છે, માટે આ વિભાગના ટેન્કર માત્ર જરૂરિયાતના સમયે જ વાપરી શકાય તે માટે તૈયાર રખાયા છે એવું પાણી પુરવઠા વિભાગમાં મુખ્ય ઇજનેર અશોક વનરાએ જણાવ્યું હતું.

ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગ દર વર્ષે કરોડના હિસાબે બિલ બનાવતી તે સર્વવિદિત છે. તેમાં લાખોના કૌભાંડ થતા. જો કે, આ બિલ ગત વર્ષથી બંધ જેવા જ થઈ ગયા છે તેવું અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, ટેન્કરના બિલમાં કૌભાંડની વ્યાપક ફરિયાદને કારણે જ નર્મદાના પાણી છેવાડા સુધી પહોંચાડયા અને તે માટે પાણીની લાઇનો દરેક ગામ સુધી લંબાવવામાં આવી છે. તો એ પણ હકીકત છે કે, બન્ની જેવા પ્રદેશ કે જે વિસ્તારમાં બહુ વિશાળ છે, માટે કુકમા સમ્પથી છેટ સુધી પ્રેશર સાથે પાણી આપવું મુશ્કેલ બને ત્યારે કોઈ કોઈ ગામ કે વાંઢ સુધી પાણી મોડું પહોંચે તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવું પડે. માટે દરેક ડિવિઝનના પેટા શાખાઓમાં ટેન્કર સ્ટેન્ડ બાય તરીકે ખડા છે. એમ કહી શકાય કે ‘ટેન્કર યુગ’ હવે ભૂતકાળ બન્યો છે. જો કે, રાપરમાં ઉનાળાની મધ્યમાં અછત સર્જાય તો ત્યાં નિયમિત પાણી વિતરણ નથી થઈ શકતું જેને પરિણામે ટેન્કર સિવાય કોઈ પર્યાય નથી રહેતો.

ટપ્પર-અંજાર બલ્ક લાઈનને કારણે હવે ઉનાળામાં પણ પાણીની તંગી નહિ સર્જાય
ગત અઠવાડિયે ટપ્પર-અંજાર બલ્ક લાઈનનું કામ પૂર્ણ થતા બે દિવસ પહેલા વિતરણ પણ શરૂ થઈ ગયું છે. 138 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પ્રોજેક્ટ થકી પશ્ચિમ કચ્છ જિલ્લામાં જળ વ્યવસ્થાપન નિયમિત થયું છે. અને ઉનાળામાં પણ પાણીની અછત નહિ સર્જાય. નર્મદાનું પાણી ટપ્પર ડેમમાં ઠલવાતા આ જળાશય પૂર્ણ સપાટીએ રહેશે. માટે પીવાના પાણીની માંગ પ્રમાણે પુરવઠો પહોંચાડી શકાશે.

અબડાસા-લખપત સુધી લાઈન પથરાઈ છે
કચ્છની જરૂરિયાત સામે 375થી વધુ MLD પાણીનો જથ્થો કચ્છને મળશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. કચ્છના 639 ગામડાઓમાં પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટપ્પર પાસે નવી લાઈન મારફતે અંજાર સુધી 150 MLD પાણી પહોંચશે. અબડાસા-લખપત સુધી પુરતો પાણીનો જથ્થો મળશે, જ્યારે સિંચાઈ માટે મે મહિના સુધી ચાલે તેટલો જથ્થો પણ છે. કચ્છના મધ્યમ સિંચાઈના 20 ડેમોમાં 332 MCM સામે 132 MCM પાણીનો જથ્થો 40% જથ્થો ખેતી વિસ્તારને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો