તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કુકમામાં કેસો વધતા તંત્ર હવે કડક બનશે, વેપારીઓ માસ્ક વગર સામાન નહીં આપે !

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયત ખાતે મળેલી બેઠકમાં કોરોનાને અટકાવવા નિર્ણયો લેવાયા
 • માસ્ક નહીં પહેરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા તાકીદ : ગામમાં જાગૃતિ પણ વધારાશે

ભાસ્કર ન્યૂઝ. ભુજ કચ્છમાં કોરોના કેસો વધી રહ્યાં છે. ત્યારે વિવિધ ગામો ખાતે લોક જાગૃતિ લાવવા અને કડક પગલા ભરાઇ રહ્યાં છે. કુકમામાં કોકોનાને કાબુમાં લેવા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા હતાં. ગ્રામ પંચાયત ખાતે સરપંચ કંકુબેન એ. વણકરના અધ્યક્ષ સ્થાને કોરોનાના વધતા કેસો બાબતે લોકોમાં જાગૃતિ વધે તે માટે આરોગ્ય, પોલિસ અને વેપારી મંડળના સંયુંક્ત ઉપક્રમે બેઠક મળી હતી. ગામમાં લોકોને માસ્ક પહેરવા અને સામાજીક દૂરી રાખવા બાબતે જાગૃત કરવા નક્કી કરાયું હતું. છતાં જે લોકો ન માને તેમની સામે સરકારના નિયમ અનુસાર દંડ કરવાની તાકિદ કરાઇ હતી. તો વેપારી મંડળને લોકોને માસ્ક વિના વસ્તુના આપવી તેમજ વધુ લોકોને ભેગાના કરવા અપીલ કરાઇ હતી. આ સાથે બેઠક બાદ જાગૃતિ માટે ડ્રાઇવ યોજનામાં અાવી હતી. જેમાં માસ્ક ન પહેરતા લોકોને કડક સુચના આપવામાં અાવી હતી. આ બેઠકમાં એ.એસ.આઇ. પી.ટી. વાણિયા, વેપારી મંડળના પ્રમુખ નરેશભાઇ, ઉપપ્રમુખ ડૉ. રીતેશ પટેલ, વાલજીભાઇ આહિર, આરોગ્ય કેન્દ્રના ડૉ.ધારા બેન , તલાટી નરેન્દ્રભાઇ ચાંસિયા સહિતના લોકો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો