વાહન માલિકો મુંઝવણમાં:રાજકોટથી સંચાલન થતા વાહનોમાં નંબર પ્લેટ લગાડવાની વ્યવસ્થા ખાડે ગઇ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાૈભાંડ અને ગેરરિતી બાદ ભુજના તમામ કર્મીઅોની બદલી કરાઇ હતી

ભુજની અારટીઅોમાં હાઇસિક્યુરિટી નંબર પ્લેટ સેન્ટર પર ગેરરિતી અને માથાકુટ બાદ તમામ કર્મચારીઅોની અેકસામટે બદલી કરી દેવાઇ હતી. શહેરના સંસ્કાર નગર ખાતે અાવેલા ઇ.સી. સેન્ટર પર નંબર પ્લેટ બનાવવાની કામગીરી થાય છે અને કચેરીઅે કાઉન્ટ પર માત્ર ફીટિંગ કરાય છે. જો કે, રાજકોટની ટીમને સંચાલન સોંપાયા બાદ પ્લેટ ફીટિંગની વ્યવસ્થા ખાડે ગઇ હોય તેવુ દેખાઇ રહ્યું છે.

વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે અોનલાઇન પૈસા ભરવાના હોય છે બાદમાં નંબર પ્લેટ બની ગયા બાદ વાહન માલિકને મેસેજ મોકલાય છે બાદમાં તે અેપોઇન્ટમેન્ટ લઇ નંબર પ્લેટ લગાવી શકે છે. નવી પદ્ધતીને કારણે અનેક વાહન માલિકો મુંઝવણમાં મુકાઇ ગયા છે તો રાજકોટ અને જામનગરની ટીમના સભ્યો ભુજમાં કામ કરતા હોવાથી નંબર પ્લેટ બનતા લાંબો સમય નિકળી જાય છે અને લોકોને નંબર પ્લેટનો દંડ ભરવાનો વારો અાવતો હોય છે.

સંચાલન રાજકોટની ટીમને અાપી દેવાતા વ્યવસ્થા ખાડે ગઇ છે. જામનગરના કર્મચારીઅો ઇ.સી. સેન્ટર પર નંબર પ્લેટ બનાવી વાહન માલિકને મેસેજ મોકલાવે ત્યારે અેપોઇન્ટમેન્ટની કામગીરી થાય છે, બાદમાં 10થી 15 દિવસની તારીખ મળે છે બાદમાં વાહનમાં નંબર પ્લેટ ફીટિંગ કરી અપાય છે.

અટપટી પધ્ધતિથી અનેક વાહન માલિકો મુંઝવણમાં
અાર.ટી.અો. કચેરીમાં નંબર પ્લેટના સેન્ટર પર વાહન માલિકો પૈસા ભરી અથવા તો રસીદ બતાવી નંબર પ્લેટ લગાવી શકતા હતા. જો કે, રાજકોટની ટીમને સંચાલન સોપાયુ ત્યારથી ભુજના સંસ્કાર નગર ખાતે નંબર પ્લેટ બનવાની કામગીરી થાય છે. ભુજની કચેરીઅે માત્ર નંબર પ્લેટ ફીટિંગ કરી અપાય છે. અોનલાઇન પૈસા ભર્યા બાદ મેસેજ અાવ્યા પછી અેપોઇન્ટમેન્ટ લઇ તારીખ મેળવવાની હોય છે. અામ અટપટી પદ્ધતીને કારણે મોટાભાગના વાહન માલિકો મુંઝવણમાં મુકાઇ જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...