તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કુંભાર જાતિની પેટા જાતિને સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોના લાભો મળશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમંત્રીને કરેલી રજૂઆતને મળ્યો પ્રતિસાદ

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના 1994 ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યાદીમાં ક્રમાંક:99 ઉપર “કુંભાર” તથા તેની પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખ મારૂ કુંભાર જાતિના કેટલાક અરજદારોને તેઓના દસ્તાવેજોમાં “મારૂ કુંભાર’’દર્શાવેલ હોવાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે સમસ્ત મારૂ કુંભાર સમાજ દ્વારા મારૂ કુંભાર જ્ઞાતિના અરજદારોએ આ અંગે સા.શૈ.પ.વ.ક.ના રાજ્યમંત્રી વાસણભાઇ આહિરને રજૂઆત કરી હતી.

રાજ્યમંત્રીએ નિયામક અને વિભાગ કક્ષાએ અધિકારીઓને આ અંગે સ્પષ્ટતા કરતો સુધારો કરવા સૂચના અાપી હતી. આથી મારૂ કુંભાર જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવમાં સુધારો કરી તા.3/5ના ઠરાવથી ‘‘મારૂ કુંભાર’’ જાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા સ્પષ્ટતા કરતા હૂકમો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...