તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચમત્કારને નમસ્કાર:છાત્રોએ પરિણામ મુદ્દે ધરણા કરતા યુનિ.એ નિર્ણય લીધો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
યુનિવર્સિટીમાં ધરણા સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ. - Divya Bhaskar
યુનિવર્સિટીમાં ધરણા સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ.
 • સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફોર્મ ન ભરી શકાતા વિરોધ

રાજય સરકાર દ્વારા એ.એસ.આઇ. અને પી.એસ.આઇ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, કચ્છના ઘણા છાત્રોના પરિણામો હજુ કચ્છ યુનિવર્સિટી દ્વારા જાહેર થયા નથી. માર્કસ ન હોવાના કારણે ભરતીમાં ફોર્મ ભરી શકાતા ન હોવાથી એબીવીપી તરફથી વિરોધ પ્રદર્શન રૂપે યુનિ.માં ધરણા યોજયા હતા અને તંત્રને તાત્કાલીક નિર્ણય લેવો પડયો હતો.

કચ્છ યુનિવર્સિટીના ઘણા છાત્રોના પરિણામો જાહેર થયા નથી જેના લીધે ગ્રેજયુએશન અટકી ગયું છે. આવા છાત્રોના તાત્કાલીક પરિણામ જાહેર કરવામાં આવે જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ભાગ લઇ શકે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્રો તરફથી યુનિ.માં ધરણાનું આયોજન કરાયું છે. પીએસઆઇ, એ.એસ.આઇ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરી શકે અને આવા છાત્રોને ન્યાય આપવાની માંગ સાથે કુલપતિની ચેમ્બર બહાર વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. વિદ્યાર્થીઓના હિતમાં કચ્છ યુનિવર્સિટીએ તાત્કાલીક નિર્ણય લેવો પડયો હતો. જે વિદ્યાર્થીઓને માર્કસ જાણવા હોય તે યુનિવર્સિટી મધ્યે આજે 31મી માર્ચે રૂબરૂ જઇને મેળવી શકશે. તો એબીવીપીના કાર્યકર્તાના 8000977760 મોબાઇલ ન઼બર પર પુરુ નામ, પીએનઆર નંબર સાથે મેસેજ કરી પોતાના માર્કસ જાણી શકશે.

કચ્છ યુનિવર્સિટી તરફથી અનેક પરિક્ષાઓના પરિણામ જાહેર થયા નથી જેના લીધે વિદ્યાર્થીઓ આકરા પાણીએ આવી ગયા હતા અને કુલપતિની ચેમ્બર બહાર ધરણા યોજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિણામ મોડુ જાહેર થવા મુદ્દે છાત્રો દ્વારા અગાઉ પણ અનેક વખત રજૂઆતો છતા કોઇ નિરાકરણ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો