તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Struggle For Survival Of The Famous Sword Industry Of Nana Reha Village Of Bhuj, Currently Employing Only 20 Artisans In The Industry Which At One Time Employed 400 Artisans.

સંઘર્ષ:ભુજના નાના રેહા ગામના પ્રખ્યાત તલવાર ઉદ્યોગનો અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ, ગામમાં એક સમયે 400 કારીગરોને રોજી આપતા ઉદ્યોગમાં હાલ 20 જ કારીગર

ભુજએક મહિનો પહેલા
  • સરકાર પારંપરિક ગૃહઉદ્યોગ પ્રત્યે સંવેદના દાખવે તેવી માગ

કચ્છ અને કચ્છીયત દેશના ઇતિહાસમાં તેંની સંસ્કૃતિ તેમજ અસ્મિતાના બળે અદકેરું સ્થાન ધરાવતા રહ્યા છે. રાજાશાહી વખતની અનેક ગ્રામીણ પરંપરાઓ આજે પણ અંકબંધ રહેવા પામી છે. પરંતુ અપવાદરૂપ હવે અમુક રાજાશાહી વખતની કલા કારીગરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. હસ્તકળા સહિતના રોજગારોને પ્રોત્સાહિત કરતી સરકાર સંઘર્ષ કરતા પારંપરિક ગૃહ ઉધોગ પ્રત્યે સંવેદના દાખવે તે જરૂરી બન્યું છે.

ભૂજ તાલુકાનું નાના રેહા ગામ કચ્છ અને ગુજરાતમાં ઉત્તમ ગુણવત્તાની તલવાર માટે જાણીતું છે. રાજાશાહી વખતથી ધારદાર તલવાર ભાલા અને કટાર જેવા હથિયારો બનાવતા નાના એવા આ ગામમાં ઘરોઘર તલવાર ઉધોગની ભઠ્ઠીઓ 24 કલાક ધબકતી રહેતી. અંદાજિત 400 કારીગરો તલવાર ઉદ્યોગ દ્વારા પોતાની રોજીરોટી મેળવતા હતા પરંતુ અત્યારે અનેક કારણોસર માત્ર 20 જેટલા કારીગરો જ ક્ષેત્રમાં રહીને પોતાના પરંપરાગત વ્યવસાયને ટકાવવા અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.

નાના રેહા ગામના એક વડીલે જણાવ્યું હતું કે અમારા ગામનો તલવાર, સુડી અને ચપ્પુ બનાવતો ઉધોગ દેશ વિદેશમાં પ્રખ્યાત હતો હજુ પણ અનેક લોકો દેશના મોટા શહેરો અને વિદેશના સહેલાણીઓ ગામની મુલાકાત લેવા આવતા રહે છે. તલવારની ગુણવત્તા અને તેની બનાવટથી અભિભૂત થઈ ઉઠે છે.

ઉદ્યોગ પરની આડઅસરોગામના જુશબ થાબિયા નામના કારીગરે વાત કરતા કહ્યું હતું કે, ઉદ્યોગ પર આડઅસરના અનેક કારણો છે. જેમાં સમયાંતરે હથિયાર ઉપયોગી તાંબુ, પિતલ જેવી ચીજ વસ્તુઓના ભાવ સતત વધતા ગયા છે. જ્યારે હથિયાર બનાવવાની મજૂરી હજુ પણ જુના ભાવેજ મળે છે. તેમાં કોરોના આવ્યા બાદ મેળા એક્ઝિબિશન સહિતના ઉત્સવો સદંતર બંધ થઈ ગયા છે. તેના કારણે વેંચાણ પણ બંધ થઈ ગયું છે. ઉદાહરણ રૂપ ભુજોડી નજીકના હીરા લક્ષ્મી પાર્કમાં અનેક કારીગરો તેમાં સ્ટોલ મારફત કચ્છી તલવારો અને સો પીસ સાધનોનું વેંચાણ કરી આવક મેળવી લેતા પરંતુ છેલ્લા દોઢ માસથી પાર્ક બંધ રહેવાથી માઠી અસર પડી છે.

નાના રેહા ગામના કચ્છી તલવારો પર સસ્તી બિન ટકાઉ ચાઈનીઝ તલવારો ભારે પડી રહ્યાનું પણ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું. જે વસ્તુની કદર રાજા મહારાજાઓ કરતા અને પોતાના આલીશાન આવાસો - મહેલોમાં શો પીસ તરીકે ઢાલ તલવાર લગાવતા તે મજબૂત વિવિધ જાતની તેમજ અલગ અલગ આકાર ધરાવતી તલવાર, ઢાળ કટાર, ડિઝાઇન કરેલી સુડી જેવી ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ હાલના સમયમાં લોકો સુધી નથી પહોંચી રહી.

સતત ગરમી વચ્ચે ધમણ દ્વારા ટીપી ટીપીને સલીમાર બનાવતા કારીગરો હવે સરકાર તરફી મદદની આશ સાથે પોતાનો વારસાગત વેપાર ઉદ્યોગ ટકાવવા સંઘર્ષ કરી રહ્યો છે. તલવારની ચમક ટકાવવા પોતાની ચમક ખોઈ રહ્યો છે. સરકારે યોગ્ય સહયોગ આપવો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...