આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:કલમની તાકાતે વાચકોના હૃદયમાં સ્થાન અને કારકિર્દીમાં સફળતા અપાવી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંજી બાઈયુંના કટાર લેખિકાને વુમન એચિવર એવોર્ડથી સન્માનાયા

વર્ષ 2022 ના મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં કચ્છની મહિલાની શૌર્ય, કળા અને સંયમના ક્ષેત્રે સંશોધનાત્મક અને સહજ સરળ શૈલીમાં લેખ રજૂ કરતાં ‘પાંજી બાઇયુ’ કટારના ડૉ પૂર્વીબેન ઈશ્વરગીરી ગોસ્વામીને વુમન એચીવર એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમમાં તારક મહેતા ધારાવાહિક ફેમ અંજલિ એટલે કે નેહા મહેતા, છેલ્લો દિવસની કિંજલ રજપરિયા, માય ફાધર ઇકબાલ ફિલ્મની કોમલ ઠક્કર, બોલિવુડની ફેશન ડિઝાઇનર નિકેતા તથા અન્ય ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં વક્તાઓએ આપેલા પ્રતિભાવ અનુસાર પગલાં પાડયાં વિના દિલમાં મધુર પ્રેરક છાપ મૂકતા જવું એ સાર્થક જીવનની કળા છે. દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં નારી જગતને વાચા આપતી પાંજી બાઇયુના કટારના યુવા લેખિકા પૂર્વીએ પોતાના લેખન કાર્ય દ્વારા લોકોના દિલમાં મધુર અને કાયમી સ્થાન હાંસલ કરી લીધું છે. આ યુવા દીકરીની કલમ તાકાતના સાક્ષી અનેક લોકો છે. તેમની મહિલા જીવનને ઉજાગર કરતી અને મહિલા જીવનના શૌર્ય અને સંવેદન શીલતાના વાસ્તવિક દર્શન કરાવતી આ કટાર લોકોના હૃદયમાં સ્નેહસ્ત સ્થાન પામી છે જેના લીધે અનેકવાર તેને પ્રતિભાવો દ્વારા બિરદાવવામાં આવ્યા છે.

પરંતુ આ વર્ષે 3 આઇ બ્રધર્સ અને કીઆન ક્રિયેશન દ્વારા તેમનું વુમન એચિવર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે જેના સ્પોંસર ગ્રુપ પાર્ટનર જાણીતા પાર્શ્વ ગ્રુપ અને વિહિઅર હતા. મહિલા દિન પૂર્વે વિશિષ્ટ સન્માન બદલ ગોસ્વામી પરિવારી અને સમાજના લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...