તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મસ્કાના લાખાસર તળાવની સંગ્રહની ક્ષમતામાં 1.88 લાખ લીટરનો વધારો થયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઅો, સંસ્થા અને ગામ લોકોઅે સાથે કામ કરી અાર્થિક અને શ્રમદાન કરી કઠીન કાર્યને પાર પાડ્યું

લાખાસર સાથે હાજીપીર તળાવ તરીકે ઓળખાતાં મસ્કાના તળાવનું ભુજની સંસ્થા કચ્છ ફોડર, ફ્રુટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ’(KFFFDT)ના સંકલન દ્વારા કપંનીઅો અને સ્થાનિક દાતાઓના આર્થિક સહયોગથી તેમજ ગામલોકોના શ્રમદાન અને યોગદાન દ્વારા ખાણેત્રું કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આજે તેની પાણી સમાવવાની ક્ષમતામાં 1.88 કરોડ લીટરનો વધારો થયો છે!

મસ્કામાં વરસાદી પાણીનો મોટી માત્રામાં સંગ્રહ થાય એવા વિચાર સાથે સરપંચ કિર્તીભાઇ ગોર તેમજ ગામના અન્ય સહયોગીઓએ સંસ્થાના જયેશભાઇ લાલકા સાથે સંકલન કર્યું. જયેશભાઇએ ટાટા પાવર, આરતી ફાઉન્ડેશન અને અન્ય દાતાઓ સાથેના સંયોજનથ કચ્છ જલમંદિર અભિયાન અંતર્ગત મસ્કાના લાખાસર તળાવનું ખાણેત્રું કરી તેની ક્ષમતા વધારવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું. 25 એકર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલાં લાખાસર તળાવના ખાણેત્રાનું કામ આરંભાયું. તળાવમાંથી નીકળતી માટી ગામના જ ખેડૂતોના ખેતરોમાં, ગામના સ્મશાનગૃહમાં મોકલી તેનો સદુપયોગ કરવામાં આવ્યો. સાથે સાથે એ જ માટીનો ઉપયોગ કરીને તળાવના કિનારે 5 ફુટનો પાળો બનાવવામાં આવ્યો જે ખેતરમાં અવરજવર માટે ઉપયોગી બની રહેશે.

કુલ્લ 21 દિવસના કાર્યયજ્ઞ દ્વારા 300થી વધુ ટ્રેક્ટર દ્વારા તળાવની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. આ કાર્ય માટે કંપની, સંસ્થા અને દાતાઅો દ્વારા છ લાખ જેટલું અનુદાન એકત્ર થયું હતું. જેમાં એકતા ક્રિકેટ કપ આયોજન સમિતી-મસ્કા, માધાપરના મનોજભાઇ સોલંકી, દેવજીભાઇ મુરજી રાબડીયા, ટ્રેક્ટરચાલક ગ્રુપ- મસ્કા તેમજ પ્રકાશભાઇ નાથાણીએ આર્થિક યોગદાન પુરૂં પાડ્યું હતું. કુલ્લ 13 થી 14 લાખના ખર્ચે લાખાસર તળાવમાં ખાણેત્રુ કરાયું છે.

આ તળાવની મુલાકાતે આવેલી રોટરી ક્લબની ટીમને આ વિસ્તાર ખૂબ જ પસંદ આવતાં ટીમના દર્શનાબેન શાહ દ્વારા આસપાસના પાંચ એકર વિસ્તારને બાલવાટિકાનું સ્વરૂપ આપવાનો વિચાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે જેમાં બાર હજાર વૃક્ષોના વાવેતર સાથે વોકિંગ ટ્રેક પણ બનાવવાની નેમ વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...