તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થળાંતર:નખત્રાણાના મુખ્યમાર્ગ પરથી સરદાર પટેલની પ્રતીમાને દૂર કરી નવાવાસ પાસે સ્થાપિત કરાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીના નિકાલમાં પ્રતિમા અડચણરૂપ થતી હોવાથી સ્થળાંતર કરાયું

પશ્ચિમ કચ્છના નખત્રાણા ખાતે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા હાલ પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નગરના મુખ્ય માર્ગ પર વરસાદી વહેણમાં અડચણરૂપ દેશના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને તંત્ર દ્વારા સાવચેતી પૂર્વક જગ્યાએથી ખસેડી લેવામાં આવી હતી. અને હવે આ પ્રતિમાને નગરના નવાવાસ ખાતે પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવશે એવું ઉપ સરપંચ ચંદનસિંહ રાઠોડે જણાવ્યું હતું.

દર વર્ષે વરસાદની ઋતુ દરમ્યાન સરદારની પ્રતિમાના કારણે વહેતા પાણીનો પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન થતો હતો, તેથી મૂર્તિને આ સ્થળેથી ખસેડવાની ચર્ચા અવારનવાર થતી હતી. જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા આ વખતે કચેરી ખાતે મૂર્તિને ખસેડવાનો ઠરાવ પસાર કરી અન્ય યોગ્ય સ્થાને ગોઠવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...