તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:ST તંત્ર નિવૃતોને આર્થિક લાભો માટે ઉપવાસ આંદોલન માટે ન પ્રેરે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત અેસ.ટી. નિવૃત કર્મચારી સંઘની અહિંસક અાંદોલનની ચીમકી
 • 300 જેટલા કર્મચારીઅોને સાતમા પગારપંચનો એરિયર્સના ચૂકવણા માટે લડત

તાજેતરમાં ભુજ અેસ.ટી. વિભાગીય કચેરી સામે ભુજ અેસ.ટી. ડેપોના નિવૃત કર્મચારીઅે નિવૃતિ પછીના અટકેલા લાભો માટે અામરણાંત ઉપવાસ અાંદોલન કર્યું હતું, જેથી તંત્ર દ્વારા ચૂકવણું કરી દેવાયું. જેને ગુજરાત અેસ.ટી. નિવૃત કર્મચારી સંઘે નિવૃતિના લાભોથી વંચિત કર્મચારીઅોને લાભો મેળવવા ઉપવાસ માટે પ્રેરવા સમાન ગણાવી ઉમેર્યું છે કે, 300 જેટલા નિવૃત કર્મચારીઅોના અટકેલા લાભો ચૂકવવામાં નહીં અાવે તો અહિંસક અાંદોલન શરૂ કરવામાં અાવશે.

સંઘે વધુમાં ઉમર્યું છે કે, નિવૃતોને 7માં પગાર પંચના અેરીયર્સના 3 પૈકી 1 પણ હપ્તો ચુકવવામાં અાવ્યો નથી. પરંતુ, ફરજ ઉપર ચાલુ કર્મચારીઅોને 2 હપ્તા ચૂકવી દેવાયા છે. 7માં પગાર પંચના કરાર મુજબ 2019ની 31મી ડિસેમ્બર સુધી ત્રણેય હપ્તા ચૂકવી અાપવા કરાર કરાયો છે. જે કરારનો ભંગ થયો છે. અેટલું જ નહીં પણ ફરજ ઉપર ચાલુ કર્મચારી અને નિવૃતો વચ્ચે ભેદભાવ રખાયો છે. જે બાબતે 2020ની 9મી માર્ચે અાવેદન પત્ર અાપ્યું હતું. જો ત્વરાઅે ચૂકવણું ન કરાય તો 2020ની 25મી માર્ચથી અહિંસક ઉપવાસ અાંદોલન કરવાની પણ ચીમકી અાપી હતી.

પરંતુ, કોરોનાની મહામારીને કારણે મુલત્વી રાખેલ. હવે ભુજ અેસ.ટી. ડેપોઅેથી નિવૃત થયેલા વોચમેને ઉપવાસ અાંદોલન શરૂ કર્યા બાદ તેમને ચૂકવણું કરી દેવાયું છે, જેથી સ્પષ્ટ થાય છે કે, રજુઅાતો ધ્યાને લેવાતી નથી. ઉપવાસ અાંદોલન કરવા પ્રેરવામાં અાવે છે, જેથી 2018ના અેપ્રિલ માસમાં નિવૃત થયેલા ઉપવાસ અાંદોલન કરવા પ્રેરાઈ રહ્યા છે. જો 2021ની 15મી અેપ્રિલ સુધી ઉકેલ નહીં અાવે તો અહિંસક અાંદોલન શરૂ કરી દેવાશે. અેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો