બેદરકાર તંત્ર:ST તંત્રએ માગેલી માહિતી 1 વર્ષ 9 માસ બાદ પણ ન આપી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અેસ.ટી. તંત્રઅે માંગેલી માહિતી ન અાપી માહિતી કમિશનરના અાદેશને ઘોળીને પી ગયાના અાક્ષેપો ઉઠી રહ્યા છે. અેસ.ટી.ના વિભાગીય પરિવહન અધિકારી રાજકોટ સમક્ષ લીંબડી અેસ.ટી. ડેપોમાં બજાવેલી ફરજના દર માસના વર્ષવાર ટી-2, પગાર સ્લીપ, મોંઘવારી ભથ્થું, પગાર વધારા, ડિફોલ્ટ કાર્ડ, અેરિયર્સની રકમ અને પગાર ફિક્સેશનની નકલો અાપવા માહિતી અધિકારી તળે માહિતી મંગાઇ હતી, જે ન અાપતા પ્રથમ અપીલ બાદ બીજી અપીલ ગુજરાત માહિતી અાયોગ, માહિતી કમિશનરને કરાઇ હતી, જેમાં કોન્ફરન્સ મારફતે સુનાવણી હાથ ધરાઇ હતી, અા તકે અાયોગને ગેરમાર્ગે દોરવા રૂ.42,110નો ચેક અપાયો હતો, જે હાઇકોર્ટની સિવિલ અેપ્લીકેશન અન્વયે થયેલા ચુકાદા મુજબ અપૂરતી રકમ અપાઇ હત.

જેને માંગેલી માહિતી સાથે કોઇ નિસ્બત નથી. વધુમાં માહિતી કમિશનરે પણ હુકમ કરી દિવસ 10માં માંગેલી માહિતી વિનામૂલ્યે પૂરી પાડવા અાદેશ કર્યો હતો. કમિશનરના હુકમને 1 વર્ષ અને 9 મહિનાનો સમય થયો હોવા છતાં માહિતી અપાઇ ન હોવાનું માધાપરના દિનેશ પિતામ્બર ઠક્કરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...