ક્રાઇમ:દીકરા-વહુએ મકાન મુદ્દે મા બાપને માર્યા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુની રાવલવાડીમાં રહેતા 46 વર્ષીય ધનજીભાઈ તથા શારદાબેન તેમના પુત્ર વિજય અને ભાવનાએ મંગળવારે સવારે ઘર ખાલી કરવાનું કહી માર મારી ઇજા પહોંચાડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સરવાર માટે લઇ આવનાર પુજાબેન કેશવભાઇ દેવીપુજકે નોંધાવ્યું હતું કે, તેમના કાકા ધનજીભાઇ કાનજીભાઇ દેવીપુજ અને કાકી શારદાબેન ધનજીભાઇ દેવીપુજક (ઉ.વ.44) સવારે આઠ વાગ્યા સાડા આઠના અરસામાં તેમના ઘરે બેઠા હતા ત્યારે તેમનો પુત્ર વિજય ધનજીભાઇ દેવીપુજક અને તેની પત્નિ ભાવનાબેન ઘરે આવ્યા હતા અને ઘર ખાલી કરી અહિંથી ચાલ્યા જાવ કહી ઝઘડો કરીને કાકા-કાકીને માથામાં તથા પગમાં માર મારી ઇજા પહોંચાડી હતી બંને ઈજાગ્રસ્તોને જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવાતાં પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...