તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નાડાપા તોડ પ્રકરણમાં કહેવાતા પત્રકારો બે દિવસના રીમાન્ડ પર

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.20 લાખ પડાવ્યાનો ગુનો પદ્ધર પોલીસ મથકે દાખલ થયો હતો
  • ખનીજ ચોરીમાં ફસાવાની ધમકી અપાતા મામલો એસ.પી. સુધી પહોંચ્યો

ભુજ તાલુકાના નાડાપા ગામે પોતાની વાડીમાં બાઉન્ડ્રીનું કામ કરી રહેલા જેસીબી ચાલક અને વાડી માલિકને ખનીજ ચોરીના કેસમાં ફીટ કરાવી, વાહનો જપ્ત કરાવવાની ધમકી આપી સ્વતંત્રભૂમિના પત્રકાર તરીકે ઓળખ આપી 1.20 લાખ પડાવી લેવાતા સમગ્ર મામલો એસ.પી. સુધી પહોંચ્યો હતો. જે બનાવમાં પદ્ધર પોલીસને શરણે થયેલા બંને કથિત પત્રકારોને બે દિવસના રીમાન્ડ પર લેવાયા છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ભુજનો જયદીપગીરી ગુંસાઇ અને માધાપરનો ભાવેશ ડાંગર સ્વતંત્રભૂમિ ચેનલના ચીફ એડીટર તરીકે ઓળખ આપી વિડીયો રેકોર્ડિંગ કરી ફરિયાદી પાસેથી 1.20 લાખ રૂપિયા લઇ લીધા હતા, પૈસા મંદીરમાં લેવાયા હતા જે અંગેની રેકોર્ડિંગ પોલીસને સુપ્રત કરાઇ હતી. જો કે, આ તોડ પ્રકરણનો મામલો એસ.પી. સુધી પહોંચ્યો હતો. આરોપી ભાવેશ ડાંગરે આગોતરા જામીન અરજી મુકી હતી જે સોમવારે નામંજુર થઇ હતી. બાદમાં મંગળવારે બંને કથિત પત્રકારો પોલીસની શરણાગતી સ્વિકારી હતી. બુધવારે તેમની સત્તવાર ધરપકડ કરી આઠ દિવસના રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પદ્ધર પોલીસ મથકના એસ. આર. જાડેજાએ જણાવ્યું હતું કે, બંને આરોપીના બે દિવસના રીમાન્ડ મંજુર થયા છે.

નોંધનીય છે કે, રિમાન્ડ દરમિયાન આ તોડ પ્રકરણમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે બહાર આવી જશે, તેમજ અગાઉ કેટલા લોકોને ડરાવી ધમકાવી ન્યુઝ ચેનલમાં સમાચાર છાપી ફસાવી દેવાનો ડર પેદા કરી પૈસા પડાવ્યા છે તે પ્રકરણ બહાર આવશે તેવુ ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...