માંડવી તાલુકાના મોટા રતડિયા ગામની સીમમાં ખાનગી કંપનીના કોન્ટ્રાકટરે વાયરનો જથ્થો રેઢો મુકી દેતા તસ્કરો સવા લાખ રૂપિયાના વાયર ચોરી ગયા હતા. કેબલ ચોરીના બનાવ વધી રહ્યા છે જેની સામે કંપની અને કોન્ટ્રાકટરોની પણ બેદરકારી જોવા મળી રહી છે. ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોટા રતડિયા ગામની સીમમાં 33 કે.વી. ઇલેકટ્રીક લાઇનનું કામ સમર્થ પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા ચાલી રહ્યું છે.
કંપનીના સુભાષકુમાર પ્રસાદ છીપાઅે ફરિયાદ નોંધાવી હતી કે, થાંભલા પર નાખવાનો 26 અેમ.અેમ.નો અેલ્યુમિનિયમ વાયરનો 80 મીટરનો જથ્થો જમીન પર રેઢો મુકી દેવાતા તસ્કરો તફડાવી ગયા હતા.નોંધનીય છે કે, કેબલ ચોરીના બનાવ કચ્છભરમાં વધી રહ્યા છે જેની સામે કંપની અને કોન્ટ્રાકટરોની બેદરકારી છે. લાઇન પાથરવાનું કામ પૂર્ણ થાય બાદમાં દિવસો સુધી જથ્થો ત્યા રેઢો પડયો રહેતો હોય છે બાદમાં ચોરી થઇ જવાથી પોલીસ ફરિયાદ નોંધાવાય છે અને પોલીસ ધંધે લાગી જાય છે.
મોટાકાંડાગરા માં 3 કેબીનમાંથી 44 હજારની મતા ચોરાઇ
મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામના બસ સ્ટેશન પાસે અાવેલી અેક દુકાન અને બે કેબિનના તાળા તૂટયા હતા. શુક્રવાર રાતે અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીના અરસામાં ચોરીનો બનાવ બનતા જીગરસિંહ જટુભા જાડેજા (રહે. મોટા કાંડાગરા)વાળાઅે ફરિયાદ નોંધાવી હતી. અેક દુકાન અને બે કેબિનમાંથી અજાણ્યા તસ્કરો રોકડ રૂપિયા 11600, ખાંડ-બીડી-તમાકુ-ખાદ્યતેલ જેવી ઘરવખરી કિંમત 32080 અેમ કુલ 44,400ની ચોરી કરી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.